Not Set/ PM મોદી સાથે બેઠક કર્યા બાદ ક્વાેલકોમના સીઈઓએ કહ્યું ભારત સાથે ભાગીદારી એ ગર્વની વાત

પીએમે વધુમાં  કહ્યું કે ક્વોલકોમ પાસે પહેલેથી જ વિશ્વસનીય ભારતીય પ્રતિભા છે. આ કંપની ઉત્પાદન વધારવા માટે અમારી PLI યોજનાનો લાભ લઈ શકે છે

Top Stories
MODI 7 PM મોદી સાથે બેઠક કર્યા બાદ ક્વાેલકોમના સીઈઓએ કહ્યું ભારત સાથે ભાગીદારી એ ગર્વની વાત

ભારતના વડાપ્રધાન અમેરિકાના પ્રવાસ પર છે ત્યારે તેમણે કવાેલકોમના સીઇઓ સાથે મહત્વની બેઠક કરી હતી જે મહદઅંશે સફળ રહી હતી પીએમે ભાર મૂક્યો હતો કે ભારત પાસે ઘણા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે જગ્યા છે. તેમણે ભારતના 5G સ્તરને સુધારવા માટે NAVIC (NAVIK) કાર્યક્રમમાં ભાગ લેવા માટે કવાેલકોમને વિનંતી કરી.
પીએમે વધુમાં  કહ્યું કે ક્વોલકોમ પાસે પહેલેથી જ વિશ્વસનીય ભારતીય પ્રતિભા છે. આ કંપની ઉત્પાદન વધારવા માટે અમારી PLI યોજનાનો લાભ લઈ શકે છે. ભારતની ઉદાર ડ્રોન નીતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ વધતા બજારમાં પણ કવાેલકોમ પાસે નવી તકો છે.મોદી સાથે મુલાકાત કર્યા પછી, ક્વાલકોમના સીઈઓએ કહ્યું – ભારત સાથે ભાગીદારી કરવા બદલ ગર્વ છે, અમે સાથે મળીને બધું કરી રહ્યા છીએ એનો આનંદ છે

 

 

પીએમ મોદીની ક્વાલકોમના સીઈઓ ક્રિસ્ટિયાનો એમોન સાથેની બેઠક પૂરી થઈ. ભારતમાં તકો વિશે બંને વચ્ચે ચર્ચા થઈ હતી. એમોને ભારતમાં 5G અને ડિજિટલ ઇન્ડિયા જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરવામાં રસ દર્શાવ્યો હતો.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની અમેરિકાની મુલાકાતના પ્રથમ દિવસે આઠ અલગ અલગ બેઠકોમાં ભાગ લેશે. આમાં, ટૂંક સમયમાં પાંચ કંપનીઓના સીઈઓ સાથે એક અલગ બેઠક શરૂ થઇ ગઇ છે  મોદી આજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળશે. જ્યારે તે ક્વાડના ભાગીદાર બે દેશો – ઓસ્ટ્રેલિયા અને જાપાનના રાજ્યના વડાઓ સાથે પણ મળવાનો છે.