અફઘાનિસ્તાન/ તાલિબાનીઓ માટે પંજશીર બન્યુ કબ્રસ્તાન, 300 ફાઇટરો માર્યા ગયા

તાલિબાને ભલે કાબુલ પર કબ્જો કરી લીધો હોય, પરંતુ અફઘાનિસ્તાનનો પંજશીર વિસ્તાર હજુ પણ તેમની પહોંચ બહાર છે.

Top Stories World
1 220 તાલિબાનીઓ માટે પંજશીર બન્યુ કબ્રસ્તાન, 300 ફાઇટરો માર્યા ગયા

તાલિબાને ભલે કાબુલ પર કબ્જો કરી લીધો હોય, પરંતુ અફઘાનિસ્તાનનો પંજશીર વિસ્તાર હજુ પણ તેમની પહોંચ બહાર છે. ખાસ વાત એ છે કે તાલિબાન 20 વર્ષ પહેલા પણ આ વિસ્તારને કબ્જે કરવામાં નિષ્ફળ રહ્યું હતું. ફરી એકવાર પંજીશીર પર કબ્જો કરવાના તેના પ્રયાસને આંચકો લાગ્યો છે.

1 221 તાલિબાનીઓ માટે પંજશીર બન્યુ કબ્રસ્તાન, 300 ફાઇટરો માર્યા ગયા

આ પણ વાંચો – તાલિબાનો સાથે સંબધ / અમેરિકાએ કહ્યું કે તાલિબાનો સાથે હાથ મિલાવવાનો પાકિસ્તાનનો એક જ હેતુ ભારત સાથે મુકાબલો

આપને જણાવી દઇએ કે, પંજશીરમાં અથડામણમાં તાલિબાનીઓનાં 300 થી વધુ ફાઇટરો માર્યા ગયા હોવાનુ સામે આવી રહ્યુ છે. વિદ્રોહી સૈન્ય પંજશીરમાં હાજર છે. તાલિબાન ફોઇટરોને મારવા ઉપરાંત વિદ્રોહીઓએ તેમની સપ્લાય ચેઇન પણ જપ્ત કરી છે. તાલિબાન ફાઇટરો તેને પકડવા માટે પંજશીર વિસ્તારમાં હુમલો કરવા ગયા હતા. ત્યાં વિદ્રોહીઓએ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, તાલિબાને સેંકડો ફાઇટરોને કારી ફસીહુદ દિન હાફિઝુલ્લાનાં નેતૃત્વમાં પંજીશીર પર હુમલો કરવા મોકલ્યા હતા, પરંતુ બગલાન પ્રાંતની અંદરાબ પ્રાંતમાં ઓચિંતો હુમલો કરનારા પંજશીરનાં વિદ્રોહીઓએ તેમના પર હુમલો કરી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાં 300 થી વધુ તાલિબાન ફાઇટરો માર્યા ગયા છે. ખાસ વાત એ છે કે તાલિબાનનો સપ્લાઇ માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો ત્યારથી વિદ્રોહીઓએ પંજશીર વિસ્તારમાં ભેગા થવાનું શરૂ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે આ વિદ્રોહીઓમાં અફઘાન નેશનલ આર્મીનાં સૈનિકો મોટી સંખ્યામાં છે. આ જૂથનું નેતૃત્વ ગઠબંધનનાં વડા એવા ભૂતપૂર્વ મુજાહિદ્દીન કમાન્ડર અહેમદ શાહ મસૂદનાં પુત્ર અહમદ મસૂદ કરી રહેલ છે. તેમની સાથે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ અને બલ્ખ પ્રાંતનાં ભૂતપૂર્વ ગવર્નરની લશ્કરી ટુકડી પણ હાજર છે. ડઝનેક ભરતીઓ આ વિસ્તારમાં ટ્રેનિંગ એક્સરસાઇઝ અને ફિટનેસ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ લડવૈયાઓ પાસે હમવી જેવા વાહનો પણ છે.

1 222 તાલિબાનીઓ માટે પંજશીર બન્યુ કબ્રસ્તાન, 300 ફાઇટરો માર્યા ગયા

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / તાલીબાન મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી રહ્યું છે, ખરાબ રસોઈ બનાવવા બદલ જીવતી સળગાવી દેવામાં આવે છે

જણાવી દઈએ કે તાલિબાન વિરોધી લડવૈયાઓએ અફઘાનિસ્તાનનાં ઉત્તરી બગલાન પ્રાંતનાં ત્રણ જિલ્લામાંથી તાલિબાનને હાંકી કાઠ્યા હતા. આ લડવૈયાઓએ શુક્રવારે પુલ-એ-હિસાર, દેહ સલાહ અને બાનુ જિલ્લા પર કબ્જો કર્યો હતો, પરંતુ તાલિબાને શનિવારે બાનુ પર ફરીથી કબ્જો મેળવ્યો હતો. હવે તાલિબાન બાકીનાં બે જિલ્લા પાછા લેવા માટે લડી રહ્યા છે. બીજી તરફ તાલિબાન લડવૈયાઓ પંજશીર તરફ આગળ વધી રહ્યા છે. તેઓ ત્યાં મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ પંજશીર નેતા અહેમદ શાહ મસૂદનાં 32 વર્ષીય પુત્ર અહમદ શાહે કહ્યું છે કે, તેઓ તેમના અધિકારક્ષેત્ર હેઠળનાં વિસ્તારો તાલિબાનને સોંપશે નહીં. સાથે જ તેમની બાજુથી એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે તેઓ યુદ્ધ નથી ઈચ્છતા. પરંતુ જો તાલિબાન સાથેની વાતચીત અનિર્ણિત રહેશે, તો કોઈ પણ યુદ્ધને ટાળી શકશે નહીં. આવી સ્થિતિમાં, પંજશીરનાં લડવૈયાઓ દરેક પરિસ્થિતિ માટે પોતાને તૈયાર કરી રહ્યા છે. બીજી બાજુ, તાલિબાન હવે કોઈપણ પરિસ્થિતિમાં પંજશીર પર કબ્જો કરવા માંગે છે. તેમને એક વિચાર છે કે આ વિસ્તાર પર કબજો કર્યા વિના સરકાર ચલાવવી ખૂબ મુશ્કેલ હશે.