Good News!/ જૂનમાં કોરોનાથી ઠીક થતા દર્દીઓની સંખ્યામાં થશે સુધારો, નવા કેસ-મૃત્યુદરનાં ગ્રાફમાં થશે ઘટાડો

કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર જે ગતિથી વધતી ગઈ હતી હવે તેના પ્રમાણમાં ઝડપથી ઘટાડો થયો છે. પાછલા સાત દિવસોમાં, COVID-19 નાં નવા કેસોમાં આશરે 5% નો ઘટાડો જોવા મળ્યો છે.

Top Stories India
1 89 જૂનમાં કોરોનાથી ઠીક થતા દર્દીઓની સંખ્યામાં થશે સુધારો, નવા કેસ-મૃત્યુદરનાં ગ્રાફમાં થશે ઘટાડો

કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર જે ગતિથી વધતી ગઈ હતી હવે તેના પ્રમાણમાં ઝડપથી ઘટાડો થયો છે. પાછલા સાત દિવસોમાં, COVID-19 નાં નવા કેસોમાં આશરે 5% નો ઘટાડો જોવા મળ્યો છે. આ સંદર્ભમાં, નિષ્ણાતોને આશા છે કે જૂન મહિનો કોરોના સામેનાં યુદ્ધમાં થોડી શાંતિ લાવશે.

1 90 જૂનમાં કોરોનાથી ઠીક થતા દર્દીઓની સંખ્યામાં થશે સુધારો, નવા કેસ-મૃત્યુદરનાં ગ્રાફમાં થશે ઘટાડો

બ્લેક ફંગસ કહેર / ઉત્તર પ્રદેશમાં બ્લેક ફંગસના એક હજાર દર્દીઓ, 54 ની કાઢવી પડી આંખો, આટલા થયા મોત

નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી છે કે, જૂન મહિનામાં કોવિડ-19 માંથી સ્વસ્થ થતાં દર્દીઓની સંખ્યામાં સુધારો અને નવા કેસો અને મૃત્યુદરમાં ઘટાડો થવાનો ગ્રાફ જાળવવાની આશા છે. એટલું જ નહીં, જૂનમાં દેશને 12 કરોડથી વધુ રસીઓ મળી હોવાથી, રસીકરણ અભિયાનની ગતિ પકડવાનું પણ ચોક્કસ માનવામાં આવે છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, કોવિડ-19 સામે રક્ષણ માટે ભારતમાં જૂન મહિનામાં અસરકારક રસીનાં લગભગ 12 કરોડ નવા ડોઝ ઉપલબ્ધ થશે. આમાંથી, આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને 45 વર્ષથી વધુ વયનાં લોકોને રસીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લગભગ 6.09 કરોડ ડોઝ વિના મૂલ્યે આપવામાં આવશે. વળી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો ઉપરાંત ખાનગી હોસ્પિટલો દ્વારા 5.86 કરોડથી વધુ ડોઝ સીધા ખરીદી શકાય છે.

1 91 જૂનમાં કોરોનાથી ઠીક થતા દર્દીઓની સંખ્યામાં થશે સુધારો, નવા કેસ-મૃત્યુદરનાં ગ્રાફમાં થશે ઘટાડો

સુપ્રીમ કોર્ટ / ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીને સરકારી ક્વોરેન્ટાઈન કેન્દ્રમાં મોકલવામાં આવ્યો,પછીની સુનાવણી 2 જૂને

આંકડાઓની ભાષા વિશે વાત કરીએ તો છેલ્લા ત્રણ અઠવાડિયાથી દેશમાં કોવિડ-19 નાં નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 9 મેનાં રોજ, જ્યાં દેશમાં 4,03,738 નવા સંક્રમિતોની ઓળખ થઇ હતી, વળી 30 મેનાં રોજ આ આંકડો ઘટીને 1,65,553 થઈ ગયો. આઈઆઈટી કાનપુર અને હૈદરાબાદનાં વૈજ્ઞાનિકોએ જૂન માસમાં બીજી લહેર ઘટશે તેવી આગાહી કરી છે. તેમનો દાવો છે કે મહિનાનાં અંતે દેશમાં દરરોજ સરેરાશ 20 હજાર કેસ કોરોનાનાં આવવાનું શરૂ થશે. જુલાઈ પસાર થશે ત્યારબાદ બીજી લહરે અટકી જશે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાનાં સક્રિય કેસોમાં સતત ઘટાડો થયો છે. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 21.14 લાખની નજીક છે. આ 9 મે ની સરખામણીએ 35 ટકા ઓછું છે, જ્યારે ભારતમાં 37.36 લાખ સક્રિય કેસ હતા. સરેરાશ સાપ્તાહિક પોઝિટિવિટી રેટમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. 29 એપ્રિલથી 5 મે સુધીનાં ગાળામાં તે 21.5 ટકાનો હતો. 20 અને 26 મે દરમિયાન તે 10.4 ટકા નોંધાયું હતું.

kalmukho str 27 જૂનમાં કોરોનાથી ઠીક થતા દર્દીઓની સંખ્યામાં થશે સુધારો, નવા કેસ-મૃત્યુદરનાં ગ્રાફમાં થશે ઘટાડો