ભાવ વધારો/ ફરી વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ, પાંચ દિવસમાં 3.2 રૂપિયા પ્રતિ લીટર થયું મોંઘુ  

શનિવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. પાંચ દિવસમાં ભાવમાં આ ચોથો વધારો છે.

Top Stories Business
પેટ્રોલ
  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો
  • પેટ્રોલમાં 83 અને ડીઝલમાં 77 પૈસાનો વધારો
  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચોથી વખત વધારો
  • પેટ્રોલ ડીઝલમાં 5 દિવસમાં 4 વખત ભાવ વધારો

શનિવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. પાંચ દિવસમાં ભાવમાં આ ચોથો વધારો છે. આ વધારા બાદ છેલ્લા પાંચ દિવસમાં તેલની કિંમતમાં પ્રતિ લીટર 3.2 રૂપિયાનો વધારો થયો છે. રેકોર્ડ 137 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં 100ની નજીક પહોંચ્યું પેટ્રોલ

જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલ પ્રાઇસ નોટિફિકેશન મુજબ, દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 97.81 રૂપિયા પ્રતિ લિટરથી 98.61 રૂપિયા થશે, જ્યારે ડીઝલની કિંમત 89.07 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 89.87 રૂપિયા થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના હતી, પરંતુ પેટ્રોલિયમ કંપનીઓએ હજુ થોડા દિવસ રાહ જોઈ.

ઓઈલ કંપનીઓ ખોટ ભરપાઈ કરી રહી છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ તેમના નુકસાનની ભરપાઈ કરી રહી છે. ક્રિસિલ રિસર્ચ અનુસાર, આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં થયેલા વધારાને સંપૂર્ણપણે કાબુમાં લેવા માટે 9-12 રૂપિયા પ્રતિ લિટરનો વધારો જરૂરી છે. ભારત તેની તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે 85 ટકા આયાત પર નિર્ભર છે.

આ પણ વાંચો : ISRO ટૂંક સમયમાં લોન્ચ કરશે ચંદ્રયાન-3, પૂર્વ ચીફ ડો. સિવને કહ્યું- આ વખતે… 

આ પણ વાંચો : 26 માર્ચ 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો : અનિલ અંબાણીએ આર-ઇન્ફ્રા અને રિલાયન્સ પાવરના ડિરેક્ટર પદેથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો : રાજ્યના ખેડૂતોને આવતીકાલથી 6 કલાક વીજળી મળશે,જાણો વિગત