Nupur Sharma/ નૂપુર શર્મા વિવાદ બાદ હેકર્સના નિશાના પર ભારત, બે હજારથી વધુ વેબસાઈટ હેક

અમદાવાદની સાયબર ક્રાઈમ ટીમના અધિકારીઓએ હેકર ગ્રુપો સામે લુકઆઉટ નોટિસ માટે મલેશિયા અને ઈન્ડોનેશિયાની સરકારો અને ઈન્ટરપોલને પત્ર લખ્યો…

Top Stories India
નૂપુર શર્મા વિવાદ

નૂપુર શર્મા વિવાદ: સસ્પેન્ડેડ બીજેપી પ્રવક્તા નુપુર શર્માની પ્રોફેટ મોહમ્મદ પર કથિત અપમાનજનક ટિપ્પણી બાદ મલેશિયા અને ઈન્ડોનેશિયામાં હેકર્સે ભારત વિરુદ્ધ સાયબર યુદ્ધ છેડ્યું હતું. અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે હેકર ગ્રુપે ડ્રેગન ફોર્સ મલેશિયા અને હેકટીવિસ્ટ ઇન્ડોનેશિયાએ ભારત વિરુદ્ધ સાયબર હુમલાઓ કર્યા હતા. આ સિવાય આ હેકર ગ્રૂપે વિશ્વભરના મુસ્લિમ હેકર્સને ભારત પર સાયબર હુમલા શરૂ કરવાની અપીલ કરી હતી.

અમદાવાદની સાયબર ક્રાઈમ ટીમના અધિકારીઓએ હેકર ગ્રુપો સામે લુકઆઉટ નોટિસ માટે મલેશિયા અને ઈન્ડોનેશિયાની સરકારો અને ઈન્ટરપોલને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે થાણે પોલીસ, આંધ્રપ્રદેશ પોલીસ અને આસામની એક ન્યૂઝ ચેનલ સહિત બે હજારથી વધુ વેબસાઈટ હેક કરવામાં આવી છે. ન્યૂઝ ચેનલની સ્ક્રીન બ્લેક થઈ ગઈ હતી અને તેના પર પાકિસ્તાનનો ધ્વજ દેખાતો હતો. આ સિવાય ચેનલના નીચલા બેન્ડ પર “પવિત્ર પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.નું સન્માન કરો” લખાયેલું હતું.

આ કેસ અંગે માહિતી આપતા અમદાવાદ પોલીસના સાયબર ક્રાઈમના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, “અમે મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકિંગ ગ્રુપના કેટલાક હેકર્સ વિશે માહિતી મેળવી છે. તેમની આઈપી માહિતી પણ કાઢવામાં આવી છે. આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાયબર ગુનેગારોએ નુપુર શર્માના સરનામા સહિતની અંગત વિગતો પણ ઓનલાઈન સરક્યુલેટ કરી છે. ઘણા લોકોના આધાર કાર્ડ અને પાન કાર્ડની વિગતો પણ ઓનલાઈન લીક થઈ ગઈ છે. નુપુર શર્માની આ ટિપ્પણીએ વૈશ્વિક વિવાદ જગાવ્યો હતો. તેમની ટિપ્પણીની અનેક દેશો દ્વારા નિંદા કરવામાં આવી હતી. આ પછી ભારે વિરોધ થયો અને આરબ દેશોમાં સુપરમાર્કેટમાંથી ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાના અહેવાલો પણ સામે આવ્યા. આ વિવાદ બાદ ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

આ પણ વાંચો: ગુજરાત/ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોના પ્રતિનિધિત્વ નિર્ધારિત કરવા અંગે સ્વતંત્ર પંચની કરાશે રચના

આ પણ વાંચો: ગુજરાત/ વડોદરામાં વરસાદી વિરોધ : લોકોએ ગંદા પાણીમાં બેસી કરી સ્વચ્છતા અને સુવિધાની માગ