Not Set/ ક્રાંતિ રેલીમાં કોંગ્રેસે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી તિરંગાયાત્રાનું આયોજન કર્યું

સુરત, આજે 9 ઓગસ્ટ જેની ક્રાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે સુરત કોંગ્રેસ દ્વારા એક રેલીનું આયોજન કરી ગાંધીજીની પ્રતિમાંની ફુલહાર અર્પણ કરવામાં આવ્યું હતુ. આજના દિવસને ક્રાંતિ દિન તરીકે ઉજવવામાં આવે છે જેની ઓલ ઈન્ડિયા ચીફ ઓર્ગેનાઈઝર લાલજીદેસાઈની સુચનનાથી 9 મી ઓગસ્ટે એટલે કે આજે ક્રાંતિ દિન નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં […]

Top Stories Gujarat Surat Politics
safafdsfdssdsfdsf ક્રાંતિ રેલીમાં કોંગ્રેસે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી તિરંગાયાત્રાનું આયોજન કર્યું

સુરત,

આજે 9 ઓગસ્ટ જેની ક્રાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે સુરત કોંગ્રેસ દ્વારા એક રેલીનું આયોજન કરી ગાંધીજીની પ્રતિમાંની ફુલહાર અર્પણ કરવામાં આવ્યું હતુ.

આજના દિવસને ક્રાંતિ દિન તરીકે ઉજવવામાં આવે છે જેની ઓલ ઈન્ડિયા ચીફ ઓર્ગેનાઈઝર લાલજીદેસાઈની સુચનનાથી 9 મી ઓગસ્ટે એટલે કે આજે ક્રાંતિ દિન નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે આજ રોજ કોંગ્રેસ કાર્યલાયથી ગાંધીપ્રતિમાં સુધી એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સુરત જિલ્લાના તમામ કોંગીઓ જોડાયા હતા. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ અને કોંગ્રેસ સેવા દળ ચીફ ઓગ્રેનાઈઝર યોગેશ પટેલ જેવા કોંગી નેતાઓ જોડાયા હતા.

આજે 9 ઓગસ્ટ એટલે કે ક્રાંતિ દિન તરીકે ઉજવવામાં આવે છે જે નિમિત્તે સુરત કોંગ્રેસ દ્વારા એક રેલીનું આયોજન કરી ગાંધીજીની પ્રતિમાંની ફુલહાર અર્પણ કરવામાં આવ્યું હતુ.

કોંગ્રેસ સેવા દળ ચીફ ઓગ્રેનાઈઝર યોગેશ પટેલે આ ક્રાંતિ દિવસ રેલી વિશે જણાવ્યું હતું કે,

“આજ રોજ એટલે કે ક્રાંતિ દિવસ નિમિતે ઓલ ઈન્ડિયા ચીફ ઓર્ગેનાઈઝર લાલજીદેસાઈના આદેશથી 9 મી ઓગસ્ટે સંપૂર્ણ ભારતમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.”

જયારે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું હતું કે,

“દેશમાં આઝાદી પહેલા જેમ ક્રાંતિની આજ રોજની તારીખે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એમ કોંગ્રેસે પણ સુરત શહેર કોંગ્રેસ કાર્યાલયથી આ રેલનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગાંધી પ્રતિમાએ આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.”