Not Set/ જમાલપુરમાં આફતના વાદળો ઘેરાયા, એપ્રિલ માસમાં નવ લોકોના કોરોનાના કારણે મોત

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કોરોનાએ ફરીથી આતંક મચાવાનું શરુ કર્યું છે. ફક્ત એપ્રિલ માસની અંદર જ નવ જેટલા લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. વિસ્તારમાં કોરોનાને કારણે મૃત્યુઆંકમાં ફરીથી વધારો થતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે , એટલુજ નહિ હવે સરકારની ચિંતા પણ ફરીથી એટલી જ વધતી જઈ રહી છે. વર્ષ ૨૦૨૦માં જમાલપુર ની […]

Ahmedabad Gujarat
CORONA 3 જમાલપુરમાં આફતના વાદળો ઘેરાયા, એપ્રિલ માસમાં નવ લોકોના કોરોનાના કારણે મોત

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કોરોનાએ ફરીથી આતંક મચાવાનું શરુ કર્યું છે. ફક્ત એપ્રિલ માસની અંદર જ નવ જેટલા લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. વિસ્તારમાં કોરોનાને કારણે મૃત્યુઆંકમાં ફરીથી વધારો થતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે , એટલુજ નહિ હવે સરકારની ચિંતા પણ ફરીથી એટલી જ વધતી જઈ રહી છે. વર્ષ ૨૦૨૦માં જમાલપુર ની હાલત સોથી ખરાબ એટલા માટે હતી , કારણ કે સમગ્ર ગુજરાતમાં આ વિસ્તારમાંથી જ સોથી વધારે કેસો જે તે સમયે આવી રહ્યા હતા,અને મ્ર્ત્યુંઆંક પણ એટલો જ ઉચ્ચો જોવા મળી રહ્યો હતો. ગયા વર્ષે કોરાનાની કારણે 300થી વધારે લોકોના મોત નિપજ્યા હતા. જોકે, હેમખેમ કરીને સરકારે આ વિસ્તારમાં ગયા વર્ષના અંત સુધીમાં કોરોના સક્ર્મણ ઉપર કાબુ મેળવી લીધો હતો, પરંતુ છેલ્લા સાત દિવસના જ ટૂંકાગાળામાં કોરોના વાયરસે ફરીથી માથું ઉચકયું છે. જેના કારણે જમાલપુરના રહેવાસીઓ ઉપર ફરીથી મોટી આફતના વાદળો ગહેરાય રહ્યા છે.

અમદાવાદમાં અત્યારે હાલત ખુબજ ખરાબ છે, ૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઈવરોને શાંતિથી જમવાનું પણ મળી રહ્યું નથી એટલા કેસો શહેરમાં નોંધાઈ રહ્યા છે. હોસ્પીટલના બેડો ઉપર તો દર્દીઓ છે જ સાથે સાથે હોસ્પ્તીલની અંદર જ્યાં જગ્યાઓ ખાલી દેખાઈ રહી છે ત્યાં દર્દીઓ માટે ગાદલા પાથરીને તેમને ત્યાં પણ સારવાર આપવામાં આવી રહી છે. આ તો વાત થઇ હોસ્પીટલની કે શહેરના તમામ હોસ્પિટલો ફૂલ થઇ ગયા છે, હવે જો વાત કરીએ તો શહેરના શમશાન અને કબ્રસ્તાન ની તો ત્યાં પણ મોટી મોટી વેટીંગ લીસ્ટ જોવા મળી રહી છે. આવી કફોડી હાલતમાં શહેરના લોકોએ માત્રને માત્ર એક જ કામ કરવાની જરૂર છે કે તેઓ સરકારની ગાઈડ લાઈનનું સંપૂર્ણ પણે પાલન કરવું અને જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું. જો લોકો આને ફરજીયાત પણે પાલન કરતા થઇ જશે તો ચોક્કસપણે કોરોનાની ચેનને તોડી શકાશે , નહિતર અમદાવાદ તો શું આખા ગુજરાતની હાલત આગામી દિવસો દરમિયાન આનાથી પણ બદતર હાલત થઇ શકે છે,જેને રોકવાની જવાબદારી આપણા સૌ કોઈની છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા તમામ અમદાવાદીઓ અને ગુજરાતીઓને હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે બની શકે એટલું ઘરમાં જ રહો, અને જરૂર પડે તો જ ઘરની બહાર નીકળો, અને જયારે ઘરની બહાર નીકળો તો સરકારી ગાઈડ લાઈનનું સંપૂર્ણપણે પાલન કરો.