Not Set/ પોલીસે ઔદ્યોગિક વિસ્તારમાં કર્યું કોમ્બિંગ, પરપ્રાંતિયો સુરક્ષિત: ડીસીપી રવિમોહન સૈની

રાજકોટ, સાબરકાંઠામાં બનેલી દુષ્કર્મ ઘટનાના પડધા સમગ્ર રાજ્યભરમાં પડી રહ્યા છે. ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓમાં અને મધ્ય ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટના વધી રહી છે જેને કારણે પરપ્રાંતિયોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈ રાજ્યભરમાંથી પરપ્રાંતિયો ઉચાળા ભરી રહ્યા છે. રાજ્યભરમાં છેલ્લા એક અઠવાડિયાથી પરપ્રાંતિયો પર હુમલા થઈ રહ્યાં છે તેવી અફવાઓને વેગ […]

Rajkot Gujarat Trending
mantavya 197 પોલીસે ઔદ્યોગિક વિસ્તારમાં કર્યું કોમ્બિંગ, પરપ્રાંતિયો સુરક્ષિત: ડીસીપી રવિમોહન સૈની

રાજકોટ,

સાબરકાંઠામાં બનેલી દુષ્કર્મ ઘટનાના પડધા સમગ્ર રાજ્યભરમાં પડી રહ્યા છે. ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓમાં અને મધ્ય ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટના વધી રહી છે જેને કારણે પરપ્રાંતિયોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈ રાજ્યભરમાંથી પરપ્રાંતિયો ઉચાળા ભરી રહ્યા છે.

રાજ્યભરમાં છેલ્લા એક અઠવાડિયાથી પરપ્રાંતિયો પર હુમલા થઈ રહ્યાં છે તેવી અફવાઓને વેગ મળી રહ્યો છે અને તેને કારણે તેઓ ગુજરાતમાંથી હિજરત કરી રહ્યાં છે, જેને લઈને રાજકોટમાં પોલીસે ઔદ્યોગિક વિસ્તારમાં કોમ્બિંગ કર્યુ હતું. ડીસીપી રવિમોહન સૈની સહિતના અધિકારીઓએ ઔદ્યોગિક વિસ્તારની મુલાકાત લીધી હતી. રાજકોટમાં મોટા ભાગના પરપ્રાંતિયો અંહી રહે છે ત્યારે ડીસીપીએ જણાવ્યું હતું કે,રાજકોટમાં પરપ્રાંતિયો સુરક્ષિત છે અને હજુ સુધી એક પણ ઘટના પ્રકાશમાં આવી નથી.