અમદાવાદ/ રામ મંદિરના પૂજારીના નામે નકલી વીડિયો વાયરલ કરવા બદલ કોંગ્રેસ નેતાની ધરપકડ

અમદાવાદ સાયબર સેલે રામ મંદિરના પુજારી હોવાનો ઢોંગ કરીને નકલી વિડીયો વાયરલ કરનાર કોંગ્રેસના એક નેતા સામે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ સાયબર સેલે કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરી છે.

Top Stories Ahmedabad Gujarat
રામ મંદિરના

Ahmedabad News: અયોધ્યા રામ મંદિર માટે નવનિયુક્ત પૂજારીનો નકલી વીડિયો બનાવવાના મામલામાં કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડિયાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેના પછી સમગ્ર વિવાદ ઉભો થયો હતો. આ પોસ્ટમાં એક પુરુષનો મહિલા સાથેનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તે બંને વાંધાજનક સ્થિતિમાં હતા. નકલી વીડિયોમાં દેખાતા વ્યક્તિએ તેના ગળામાં માળા પહેરી હતી અને તેણે ચંદનનું તિલક પણ લગાવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરતી વખતે હિતેન્દ્ર પીઠડિયાએ દાવો કર્યો હતો કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ રામ મંદિરના નવનિયુક્ત પૂજારી છે.

હિતેન્દ્રની પોસ્ટ થઈ હતી વાયરલ

હિતેન્દ્ર પીઠડિયાએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે આ વ્યક્તિ રામ મંદિરના નવનિયુક્ત પૂજારી છે. હિતેન્દ્રએ લખ્યું હતું કે શું તેમને અયોધ્યા રામ મંદિરના પૂજારી બનાવવામાં આવી રહ્યા છે? આ તસવીર શેર કર્યા બાદ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ હતી. કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓએ પણ તેમના એકાઉન્ટમાંથી આ પોસ્ટ શેર કરી છે. બાદમાં ખબર પડી કે પોસ્ટમાં દેખાતી વ્યક્તિ રામ મંદિરના નવનિયુક્ત પૂજારી નથી અને વીડિયો નકલી છે. આ પછી હિતેન્દ્ર પીઠડિયા પર ધાર્મિક લાગણી દુભાવવાના આરોપો લાગવા લાગ્યા. જો કે ભારે વિરોધ બાદ હિતેન્દ્રએ પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે.

સાયબર સેલ દ્વારા ધરપકડ

હવે સાયબર પોલીસ પણ ધાર્મિક લાગણી દુભાવવા અને નકલી પોસ્ટ મુકવા માટે સક્રિય બની છે. આ બાબતની નોંધ લેતા અમદાવાદના સાયબર સેલે કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડિયા સામે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ સાયબર સેલે કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરી છે.આપને જણાવી દઈએ કે હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ IPC 469, 509, IPC 295A અને IT એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હિતેન્દ્ર પીઠડિયા ગુજરાત કોંગ્રેસના અનુસૂચિત (SC) મોરચાના પ્રમુખ છે અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નજીકના હોવાનું કહેવાય છે.


whatsapp ad White Font big size 2 4 રામ મંદિરના પૂજારીના નામે નકલી વીડિયો વાયરલ કરવા બદલ કોંગ્રેસ નેતાની ધરપકડ


 

આ પણ વાંચો:પત્નીની સામે જ દીકરી પર આચર્યું દુષ્કર્મ, કોર્ટે ફટકારી 20 વર્ષની જેલની સજા

આ પણ વાંચો:ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચો:હવે આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટ વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચ