Flight hijacking/ દુબઈથી જયપુર જતી ફલાઇટ હાઇજેક! તપાસમાં થયો ચોકાવનારો ખુલાસો,જાણો

આતંરારાષ્ટ્રીય ફલાઇટ હાઇજેક થયાના સમાચાર સામે આવતાની સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો,પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું હતું

Top Stories India
Flight hijacking

Flight hijacking:   આતંરારાષ્ટ્રીય ફલાઇટ હાઇજેક થયાના સમાચાર સામે આવતાની સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો,પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું હતું. આ મામલે તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આ માત્ર અફવા સાબિત થઇ હતી. જે બાદ જે મુસાફરે હાઇજેક અંગેનો ટ્વિટ કર્યું હતું તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પેસેન્જરે ખોટી રીતે ટ્વિટ કર્યું કે દુબઈથી જયપુર જતી ફ્લાઈટ હાઈજેક થઈ ગઈ છે. આ પછી, પ્રવાસીને જે પાઠ મળ્યો તે જીવનભર યાદ રહેશે.

રાજસ્થાનના (Flight hijacking) નાગૌરના રહેવાસી મોતી સિંહ રાઠોડની દુબઈ-જયપુર ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી. ડીસીપી (એરપોર્ટ) રવિ કુમાર સિંહે જણાવ્યું કે ફ્લાઈટ સવારે 9.45 વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ. ફ્લાઇટને બપોરે 1.40 વાગ્યે ટેક-ઓફ માટે મંજૂરી આપવામાં આવી હતી.આ ફ્લાઇટમાં વિલંબ થતો જોઈને રાઠોડે ટ્વીટ કર્યું  ફ્લાઇટ હાઇજેક. ફ્લાઇટ હાઇજેકની માહિતી મળતાની સાથે જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો, જ્યારે વિમાન એરપોર્ટ પર સલામત રીતે ઉભું હતું.સૂચના પર સુરક્ષા એજન્સીઓ તરત જ સક્રિય થઈ ગઈ ,આ પછી જરૂરી તપાસ બાદ ફ્લાઈટને જવા દેવામાં આવી હતી.આ મામલે ટ્વિટ કરનારની પૂછપરછ કર્યા  બાદ તેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી રાઠોડની ધરપકડ કરી છે.

હાલમાં થોડા દિવસો ફલાઇટના અવારનવાર (Flight hijacking) સમાચાર સામે આવી રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં જ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં એક મહિલાએ પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો. આરોપી શંકર મિશ્રા મુંબઈમાં રહેતો બિઝનેસ એક્ઝિક્યુટિવ હતો જેની ફરિયાદ બાદ દિલ્હી પોલીસે બેંગલુરુથી ધરપકડ કરી હતી.શંકર મિશ્રા પર પીધેલી હાલતમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલી 70 વર્ષની વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાનો આરોપ છે. આ કેસમાં એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરને પણ પૂછપરછ કરવામાં આવી હતી કે તેણે મહિલાની ફરિયાદ પર યોગ્ય વર્તન કર્યું નથી. DGCAએ આ માટે એર ઈન્ડિયાને દંડ પણ ફટકાર્યો હતો.

પરીક્ષા પે ચર્ચા/ PM મોદી આજે કરશે પરીક્ષા પર ચર્ચા,વિધાર્થીઓને આપશે માર્ગદર્શન