Cold Wave/ ગુજરાતમાં પવન સાથે કાતિલ ઠંડી યથાવત, હવામાન વિભાગે કરી આ આગાહી

ગુજરાતમાં પવન સાથે ઠંડીનું પ્રમાણ ખુબ વધ્યું છે. રાજ્યમાં કડકડતી ઠંડી સાછે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિતના 10 શહેરોમાં તાપમાન ગગડ્યું છે.

Top Stories Gujarat
cold in gujarat
  • આગામી 24 કલાક બાદ મળશે ઠંડીથી રાહત
  • હવામાન વિભાગની આગાહી
  • ગુજરાતમાં શીતલહેરનો સપાટો યથાવત
  • 10 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન
  • રાજ્યમાં 2.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર
  • અમદાવાદમાં લઘુત્તમ 8.6 ડિગ્રી તાપમાન

cold in gujarat;     ગુજરાતમાં પવન સાથે ઠંડીનું પ્રમાણ ખુબ વધ્યું છે. રાજ્યમાં કડકડતી ઠંડી સાછે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિતના 10 શહેરોમાં તાપમાન ગગડ્યું છે. પારો ગગડતા ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. કાતિલ ઠંડીના લીધે લોકો વહેલી સવારે અને મોડી સાંજે બિનજરૂરી વગર ઘરથી બહરા નીકળતા નથી. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર જોવા મળ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે (cold in gujarat) રાજ્યમાં છેલ્લા 3 દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે, જેના લીધે ચોમેર લોકો તાપણું કરતા નજરે પડી રહ્યા છે. પવન સાથે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને ઝરમર વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો પણ આવી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ માવઠું થઈ શકે છે. માવઠાની અસર વડોદરા, પંચમહાલની સાથે અમદાવાદના ભાગો સુધી થઈ શકે છે. રાજયમાં માવઠા પડવાની શક્યતા રહેલી છે જેના લીધે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કમોસી વરસાદથી ખેડૂતોના પાકને પણ નુકશાન થવાની શકયતા રહેલી છે.

હવામાન વિભાગ (cold in gujarat) તરફથી  મળેલી માહિતી અનુસાર પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 29 અને 30 જાન્યુઆરીએ વરસાદ અને હિમવર્ષાના સંકેતો છે. જેના કારણે ઉત્તર ભારતમાં ફરી ઠંડીનો પ્રકોપ જોવા મળશે. આ ઉપરાંત પાટનગર સહિત મેદાની વિસ્તારોમાં આ બંને દિવસે હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. માહિતી અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ મહિનામાં સૌથી વધુ હતું,આ હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ જોવા મળશે.

Flight hijacking/દુબઈથી જયપુર જતી ફલાઇટ હાઇજેક! તપાસમાં થયો ચોકાવનારો ખુલાસો,જાણો

પરીક્ષા પે ચર્ચા/PM મોદી આજે કરશે પરીક્ષા પર ચર્ચા,વિધાર્થીઓને આપશે માર્ગદર્શન

Accident/ ઝારખંડમાં સ્કોર્પિયોએ 5 યુવકોને કચડી નાખતા 4 ના ઘટનાસ્થળે મોત,એકની હાલત ગંભીર

Petrol Diesel/ ચૂંટણીઓ આવી એટલે સરકારને આવી પેટ્રોલ અને ડીઝલના ભાવની યાદ

Mobile ban in Ambaji temple/સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મોબાઇલ પર પ્રતિબંધ, ફોટોગ્રાફી કરતા પકડાશે તો કાર્યવાહી થશે