ઉડતા કચ્છ!/ કચ્છની દરિયાઇ સીમામાંથી ચરસ મળવાનો સિલસિલો યથાવત, BSFએ જખૌ કિનારેથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા

જખૌના દરિયાઈ વિસ્તારમાંથી એક કિલોના 10 પેકેટ મળ્યા છે. આમ કુલ, 10 કિલો ચરસ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 15 એપ્રિલ બાદ 40 ચરસના પેકેટ મળી આવ્યા છે.

Gujarat Others
Untitled 125 9 કચ્છની દરિયાઇ સીમામાંથી ચરસ મળવાનો સિલસિલો યથાવત, BSFએ જખૌ કિનારેથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા
  • કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી ઝડપાયું ચરસ
  • જખૌના દરિયાઈ વિસ્તારમાંથી મળી આવ્યું ચરસ
  • BSFએ જખૌ કિનારેથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા

સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતાં હોય છે. ત્યારે વધુ એક વખત નશીલા પદાર્થનું પેકેટ મળી આવ્યો છે.જખૌના દરિયામાંથી ચરસના પેકેટ મળતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આ મામલે BSFના જવાનોએ અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

જખૌના દરિયાઈ વિસ્તારમાંથી એક કિલોના 10 પેકેટ મળ્યા છે. આમ કુલ, 10 કિલો ચરસ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 15 એપ્રિલ બાદ 40 ચરસના પેકેટ મળી આવ્યા છે. ત્યારે આ મામલે BSFના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

ગુજરાતની તમામ સીમાઓ ઉપર સીમા સુરક્ષાદળ હાઈએલર્ટ પર છે. અને જુદા જુદા સૃથળોએ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન ચરસના પેકેટો મળી આવ્યા છે. એપ્રિલ ૨૦૨૩ થી અત્યાર સુાધી જખૌ વિસ્તારમાં ૪૦ પેકેટો કબજે કરાયા છે. દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી છેલ્લા લાંબા સમયાથી થઈ રહી છે. આ પ્રકરણમાં અગાઉ પણ કેટલાક આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે. ડ્રગ્સની હેરાફેરી સામે પારાથી થઈ રહી હોવાનું એજન્સીઓ જણાવી રહી છે. ત્યારે આ દિશામાં તંત્ર એલર્ટ મોડમાં જોવા મળે છે.

કચ્છના દરિયાઈ અને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવતાં હોય છે. ઉપરાંત અનેક પાકિસ્તાની બોટો અને માછીમારો પણ તેમાં ઝડપાયા છે.

આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત ફેફસાનું કરાયું દાન

આ પણ વાંચો:સુરતના વરાછામાં ધારાસભ્ય કુમાર કાનાણીની તિરંગા યાત્રા

આ પણ વાંચો:અમદાવાદમાં અમિત શાહની તિરંગા યાત્રા, HMએ ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોને યાદ કર્યા

આ પણ વાંચો:અમિત શાહે BSF જવાનોને કહ્યું, ‘તમે દેશની રક્ષા કરો છો, મોદી સરકાર…’