bootleggers/ હિંમતનગરમાં દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા, રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે, હિંમતનગર- અમદાવાદ હાઈવે પર જીઆઈડીસી નજીકથી દારૂ ભરેલું વાહન પસાર થવાનું છે. જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને વાહન અટકાવીને તપાસ કરતા તેમાંથી રૂપિયા 1,81,580 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે સિવાય વાહન તથા બે મોબાઈલ મળીને પોલીસે કુલ રૂપિયા….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 29T111016.105 હિંમતનગરમાં દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા, રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

@Nikunj Patel

Himmatnagar News: હિંમતનગર – અમદાવાદ હાઈવે (Highway) પરથી સ્ટેટ મોનિટરીંગ સેલ (State Monitoring Cell)ના અધિકારીઓએ વાહનમાં લઈ જવાતો દારૂનો (Liquor) જથ્થો કબજે કરીને બે શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે દારૂનો જથ્થો અને વાહન મળીને રૂપિયા 8,83.080 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણ ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.

એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે, હિંમતનગર- અમદાવાદ હાઈવે પર જીઆઈડીસી (GIDC) નજીકથી દારૂ ભરેલું વાહન પસાર થવાનું છે. જેને આધારે પોલીસે (Police)અહીં જાળ બિછાવીને (Trap) વાહન અટકાવીને તપાસ કરતા તેમાંથી રૂપિયા 1,81,580 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે સિવાય વાહન તથા બે મોબાઈલ મળીને પોલીસે કુલ રૂપિયા 8,83,080 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે ગોમતીપુરમાં (Gomtipur) રહેતા વાહનના ડ્રાઈવર નવાઝખાન એફ.પઠાણ અને રામોલમાં રહેતા શોએબ એમ. સલાટની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ ફરાર આરોપીઓ સલીમ એસ. અન્સારી, સોનીયાભાઈ રબારી અને મોહન ઉર્ફે મોનીયા રબારીની શોધ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, સલીમે દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જ્યારે સોનીયાભાઈએ દારૂનો જથ્થો સપ્લાય કર્યો હતો. ઉપરાંત મોહન દારૂનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ: આયારામ ગયારામની મોસમ ખીલી

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’, જાણો શા માટે તેનું આયોજન કરાયું

આ પણ વાંચો:કચ્છમાં વધુ એક વખત ધરા ધ્રુજી, મોરબીમાં પણ આંચકા અનુભવાયા