Not Set/ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા જળબંબાકાર

અમદાવાદ અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદનું ફરી આગમન થયું છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો કેટલાય વિસ્તારોમાં મેઘો મૂશળધાર વરસી રહ્યો છે. શહેરના ઘાટલોડિયા, વેજલપુર અને એસ.જી.હાઈવે પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો કેટલાક સ્થળો ઝાડ પડવાની ઘટના […]

Top Stories Ahmedabad Gujarat Trending
rain લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા જળબંબાકાર

અમદાવાદ

અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદનું ફરી આગમન થયું છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો કેટલાય વિસ્તારોમાં મેઘો મૂશળધાર વરસી રહ્યો છે.

rain 2 લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા જળબંબાકાર

શહેરના ઘાટલોડિયા, વેજલપુર અને એસ.જી.હાઈવે પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો કેટલાક સ્થળો ઝાડ પડવાની ઘટના સામે આવી છે.

તો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે વરસાદના પગલે ટ્વીટ કરી તમામ ડેપ્યુટી કમિશનરે ઝોનલ કચેરી પહોંચવા સૂચના આપી હતી.

rain 1 લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા જળબંબાકાર

અમદવાદના પર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. હાટકેશ્નર, ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું. સી ટી એમ ઓવરબિજના છેડે વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.

 તસવીરઃ મેઘાણીનગર

જશોદાનગરના પુનિતનગર રેલવે ફાટક પાસે પાણી ભરાઇ જતા લોકો રોડ રસ્તાઓ વચ્ચે અટવાઇ ગયા હતા. સી ટી એમ જામફળવાડીના નીચાણના વિસ્તારમાં પણ પાણી ભરાઇ ગયું હતું. મણિનગરના પોશ વિસ્તારમાં ઠેર ઠેર પાણીના ભરાઇ જતા લોકોને ભારે હાલાકી પડી  હતી.