Not Set/ સાત વર્ષથી નાસતો ફરતો ગેડીયા ગેંગનો કુખ્યાત આરોપી પકડાયો

કુખ્યાત આરોપી પકડાયો

Gujarat
સાત વર્ષથી નાસતો ફરતો ગેડીયા ગેંગનો કુખ્યાત આરોપી પકડાયો

રાજ્યમાં રાત્રીના સમયમાં હાઇવે પર લૂંટફાટ કરનારી ગેંગનો કુખ્યાત આરોપીને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પકડી પાડ્યો છે. આરોપી પાસેથી ઘાતક તિક્ષ્ણ હથિયાર અને 3 કારતૂસ મળી આવ્યા હતા. આ સાથે જ લોડેડ પિસ્તોલ મળી આવી છે. ગેડીયા ગેંગનો આ કુખ્યાત આરોપી છેલ્લા સાત વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીના સકંજામાં આવી ગયો. જ્યારે પ્રાથમિક પૂછપરછમાં એક ડઝનથી પણ વધારે ગુનાઓનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી છે.

પોલીસ ગ્રુપમાં દેખાતા ખૂંખાર ગેડીયા ગામના આરોપી હઝરત ખાન ઉર્ફે હજુ મલિકની માત્ર 29 વર્ષની ઉંમર છે. જો તેના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો ચોરી, હત્યાની કોશિષ, લૂંટ અને ધાડ સહિત પોલીસ ઉપર હુમલો કરવાના અનેક ગુનાઓ તેના નામે દાખલ છે. માત્ર 29 વર્ષની ઉંમરમાં જ તેણે 80થી વધારે ગંભીર ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. રાતના અંધારામાં હાઇવે ઉપર માલ-સામાન લઈ જઈ રહેલી ટ્રક નજીક ચાલુ ગાડીએ તાલપત્રી કાપીને ચોરી કરવામાં આ આરોપી અને તેના સાગરીતોની માસ્ટરી હતીઉલ્લેખનીય છે કે આ આરોપી 2013થી ફરાર હતો આરોપી હઝરત અને તેના સાગરિતો પોલીસછી નાસતા ફરતા હતા.પોલીસે તેને બાતમીના આધારે પકડી પાડ્યો હતો.