સુરત/ હજીરા મગદલ્લા રોડ પર વિરોધ કરી રહેલા ડ્રાઇવરોએ પોલીસકર્મી પર કર્યો હુમલો

સુરતના ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાઇવરોનું ટોળું એકઠું થયું હતું તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ટીસીઆર વન પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Surat
  • સુરત:ડુમસ મગદલ્લા રોડ પર હલ્લાબોલ
  • ડ્રાઇવરોએ કર્યો હલ્લાબોલ
  • PCR વાનના પોલીસકર્મી પર હુમલો
  • હુમલાનો વિડીયો સો.મીડિયામાં વાયરલ

@દિવ્યેશ પરમાર 

Surat News: સરકાર સામે ચડેલા ડ્રાઇવરોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો હતો સુરતના ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાઇવરોનું ટોળું એકઠું થયું હતું તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ટીસીઆર વન પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

સરકારે હિટ એન્ડ રન કેસમાં કડક કાયદો બનાવતાની સાથે જ ડ્રાઇવર આલમમાં વિરોધ જોવા મળ્યો હતો. ખાસ કરીને સુરતના ડુમ્મસ , મગદલ્લા ,હજીરા રોડ પર ટ્રક ડ્રાઈવરો પણ વિરોધે ચડ્યા છે.મહત્વનું છે હજીરા ખાતે આવેલી જે મોટી કંપનીઓ છે તે તમામ કંપનીઓમાં આ ટ્રક ચાલકો માલ ભરવા માટે આવતા હોય છે. ત્યારે સરકારે બનાવેલા કાયદા સામે ટ્રક ડ્રાઇવરો નું એક ટોળું હજીરા મગદલ્લા રોડ પર એકઠું થયું હતું.ત્યાંથી પસાર થતી સીટી બસને પહેલા બાનમાં લીધી હતી તેમાં તોડફોડ કરી ડ્રાઇવરને માર માર્યો હતો.

ત્યારબાદ ત્યાંથી GJ 5 GV 2270 નમ્બર ની પોલીસ પી સી આર વાન પસાર થતી હતી તે દરમિયાન પીસીઆર વાન ચલાવતા પોલીસ જવાનની પીસીઆર વાન ઉભી રખાવી પોલીસ જવાનને બહાર કાઢી પોલીસ જવાન પર જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટના નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.સરકાર સામે વિરોધે ચડેલા ડ્રાઇવરો ખરેખર પોતાની હદ વટાવી ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો નું નિર્માણ થયું હતું.

આ ડ્રાઇવરો છે કે પછી અસામાજિક તત્વો તે પણ એક મોટો પ્રશ્ન બની રહે છે કારણ કે મોટું ટોળું એકઠું થયું છે તેમાં કોણ ડ્રાઇવર છે અને હુમલાખોર તે ઓળખવા મુશ્કેલ છે.કોઈપણ મોટું વાહન ત્યાંથી નીકળે છે તો આ લોકો દ્વારા ડ્રાઇવરને માર મારી વાહન સાથે પણ તોડફોડ કરવામાં આવે છે..હાલ સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:

આ પણ વાંચો: