Not Set/ કોલકતામાં સ્થિતિ બની બેકાબુ, ભાજપનાં કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ

પશ્ચિંમ બંગાળમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા તંગ માહોલ વચ્ચે ગઇ કાલે પણ સ્થિતિ બેકાબુ બની હતી. ભાજપનાં કાર્યકર્તાઓ તથા સમર્થકો પર કથિત હુમલાનાં વિરોધમાં બુધવારે આયોજીત વિશાળ રેલીમાં પાર્ટી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ હતુ. ભાજપનાં કાર્યકર્તાઓ જ્યા શહેરનાં બઉબજાર વિસ્તાર જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોકવા આંસૂ ગેસનાં […]

Top Stories India
bjp tmc કોલકતામાં સ્થિતિ બની બેકાબુ, ભાજપનાં કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ

પશ્ચિંમ બંગાળમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા તંગ માહોલ વચ્ચે ગઇ કાલે પણ સ્થિતિ બેકાબુ બની હતી. ભાજપનાં કાર્યકર્તાઓ તથા સમર્થકો પર કથિત હુમલાનાં વિરોધમાં બુધવારે આયોજીત વિશાળ રેલીમાં પાર્ટી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ હતુ. ભાજપનાં કાર્યકર્તાઓ જ્યા શહેરનાં બઉબજાર વિસ્તાર જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોકવા આંસૂ ગેસનાં ગોળા દાગ્યા અને પાણીનો વરસાદ કર્યો હતો.

west bengal454 કોલકતામાં સ્થિતિ બની બેકાબુ, ભાજપનાં કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ

પોલીસ દ્વારા કરવામા આવેલી કાર્યવાહીનો જવાબ આપતા ભાજપનાં કાર્યકર્તાઓએ નારેબાજી કરતા અધિકારીઓ પર પથ્થરમારો કર્યો અને બોટલો ફેંકી હતી. ઘણા પાર્ટીનાં કાર્યકર્તાઓ ઘણા વિસ્તારોમાં ધરણા પર બેસી ગયા હતા. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ સહિત રાજ્યનાં 18 સાંસદોની સાથે ભગવા બળનાં કાર્યકર્તાઓએ લાલ બજારમાં કોલકતા પોલીસ કાર્યાલય અને શહેરની વેલિંગટન વિસ્તાર સુધી માર્ચ કર્યુ હતુ. આપને જણાવી દઇએ કે, ભાજપનાં વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગિય અને મુકુલ રોયે પણ આ માર્ચમાં પોતાની હાજરી આપી હતી. પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ ચૂંટણી બાદ હિંસા થવાના સમાચાર સતત મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે અહીની 42 લોકસભા બેઠકો પર 18 બેઠકોમાં જીત મેળવી હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 22 બેઠકો પર જીત હાંસિલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં સ્થિતિ દિવસેને દિવસે વધુ તંગ બની રહી છે. ત્યારે જનમુખે એક સવાલ ચર્ચાઇ રહ્યો છે કે,  શું ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ બંન્ને પક્ષ આપસી વાર્તાલાભ કરી આ સમગ્ર મામલાને શાંત કરવાનો પ્રયત્ન કરી શકે છે ખરા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.