goldy brar/ નવા વર્ષના પહેલા દિવસે મોદી સરકાર એક્શનમાં, ગોલ્ડી બ્રારને કર્યો આતંકી જાહેર

 નવા વર્ષ પર મોટી કાર્યવાહી કરતા મોદી સરકારે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કર્યો છે. ગોલ્ડી બ્રાર વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલા  મર્ડર કેસમાં ગોલ્ડી બ્રારનું નામ પણ સામે આવ્યું હતું.

Top Stories India
ગોલ્ડી બ્રાર

નવા વર્ષના પહેલા દિવસે મોદી સરકારે આતંકીઓ અને આતંકીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. વર્ષની પહેલી તારીખે જ મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે ગેંગસ્ટર સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કર્યો છે. ગોલ્ડી બ્રાર વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ, 1967 (UAPA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં ગોલ્ડી બ્રારનું નામ પણ સામે આવ્યું હતું. ગોલ્ડી બ્રાર ભારતની સાથે સાથે કેનેડાની પણ મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ છે. આ સિવાય તે લોરેન્સ બિશ્નોઈની નજીક હોવાનું કહેવાય છે.

અમેરિકા અને કેનેડામાં બેસીને ફેલાવે છે આતંક

કહેવાય છે કે ગોલ્ડી બ્રારના નિર્દેશ પર લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરોએ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરી હતી. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગોલ્ડી બ્રાર અમેરિકા અને કેનેડામાંથી તેની ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં ગોલ્ડી બ્રારને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો સભ્ય ગણાવ્યો છે, જે એક આતંકવાદી સંગઠન છે.

&

nbsp;

28 ગેંગસ્ટરના નામોની યાદી

તમને જણાવી દઈએ કે ગોલ્ડી બ્રારનો જન્મ વર્ષ 1994માં શ્રી મુક્તેશ્વર સાહેબ, પંજાબમાં થયો હતો. હલાહીમાં તેમનું નામ ભારત વિરોધી ખાલિસ્તાની મોમેન્ટ સાથે પણ જોડાયેલું છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં કુલ 28 ગેંગસ્ટરોના નામ સામેલ છે. આ તે આતંકવાદીઓ છે જે દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં ગોલ્ડી બ્રારના સાગરિતો વધુ સક્રિય છે. આ યાદીમાં ગોલ્ડી બ્રાર ઉપરાંત આતંકવાદી લખબીર સિંહનું નામ પણ સામેલ છે, જે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ ગેંગનો સભ્ય છે, જેનો પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી ‘રિંડા’ સાથે સીધો સંબંધ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:#gujarat/મામલતદાર કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી આજથી બંધ, ઓપરેટરો હડતાળ પર

આ પણ વાંચો:Japan Earthquake/આ સુનામી તો તબાહી મચાવશે… માત્ર જાપાન જ નહીં આ દેશો પણ ખતરામાં

આ પણ વાંચો:New Rules!/વીમા પોલિસી સહિતની આ બાબતો માટે આ વર્ષે નવા નિયમો આવશે