ગુજરાત/ સાવલીમાં સદાપુરા ધનતેજને જોડતા કોઝવેનું ધોવાણ : તંત્રને કામ કરવામાં રસ નહિ હોવાનો ગ્રામજનોનો ગણગણાટ

થોડો વરસાદ થતા પણ બે ગામો વચ્ચેનો સંપર્ક તૂટી જતા હવે ગ્રામજનો અકળાયા છે અને ઝડપથી ચૂંટણી સુધીમાં પૂલ નહિ બને તો મત નહિ આપવાનો ગણગણાટ થઇ રહ્યો છે

Gujarat Others Trending
સાવલી

સાવલી તાલુકાનાં સદાપુરા ગામ સહિતના ગામને ધનતેજ ગામ તેમજ આગળ કાલોલ સાથે જોડતા મુખ્ય માર્ગ પર આવેલા કરડનદીના નીચા લેવલનાં કોઝવે પર ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના પાણી આવતા કોઝવેના માર્ગ તૂટી ગયા હતા. વહીવટ તંત્રને જાણ કરતા બેરીકેટ લગાવી વાહનોને બીજે રસ્તે થઈને જવા માટે ડાયવર્ટ કર્યા હતા. જોકે ગ્રામજનોની માગ છે કે આ રોડ તાત્કાલિક રીપેર કરવામાં આવે.  ધનતેજ સરપંચ તેમજ આજુબાજુનાં ગામના સરપંચોએ દર વર્ષે આ મુશ્કેલીનો સામનો થતો હોવાની રજૂઆત વહીવટ તંત્રમાં તેમજ સાવલી મામલતદારને પણ વારંવાર કરવામાં આવતી હોય છે કે નીચા કોઝવેના કારણે આ સમસ્યા ઊભી થાય છે જેથી ઊંચો પુલ બાંધવામાં આવે પરંતુ તંત્રને કદાચ નાના ગામનો વિકાસ નહિ કરવાની દાનત હોય એવું લાગી છે.

સાવલી

સાવલી તાલુકાના સદાપુરા નરભાપુરા તુલસીપુરાને ધનતેજ ગામ તેમજ આગળ જતા પંચમહાલ જિલ્લાના કાલોલ જીઆઇડીસીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ કરડનદી પર કોજવે પુલ આવેલો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 10 ફૂટના લેવલથી પણ ઉપર સુધી પાણીનો ધસારો થતા પુલ પર ધોવાણ થઈ ગયું હતું. જેની જાણ ધનતેજ સરપંચ છે. ટેલીફોનિક જાણ વહીવટી તંત્રને કરતા સાવલી મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સ્થિતિની તાગ મેળવી કોઝવેની બંને બાજુ બેરીકેટ મૂકી ભારેદારી વાહનોને ત્યાંથી બીજે રસ્તે ડાઈવર્ટ કર્યા હતા તેમજ લોકો સાથે વાત ચીત કરી આગામી દિવસોમાં કૉજવેની જગ્યા પર ઊંચો પુલ બનાવી આપવાની રજૂઆત આગળ સરકાર તેમજ તંત્રને કરશે તેવી બાહેધરી આપી હતી.

સાવલી

જોકે અગાઉ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. પૂલની નાજુક સ્થિતિ જોઇને અધિકારીઓને પુલ રીપેર કરાવવા અને ઉંચો બનાવવા કરતા માથું ખંજવાળવામાં જ રસ હોય એવું જણાયું હતું. થોડો વરસાદ થતા પણ બે ગામો વચ્ચેનો સંપર્ક તૂટી જતા હવે ગ્રામજનો અકળાયા છે અને ઝડપથી ચૂંટણી સુધીમાં પૂલ નહિ બને તો મત નહિ આપવાનો ગણગણાટ પણ ગ્રામજનોમાં સાંભળવા મળ્યો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર, ગુજરાત અને MPમાં પૂર-વરસાદ, અત્યાર સુધીમાં 218 લોકોના મોત