Not Set/ રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ

આજે કોરોનાથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15 છે.જ્યારે કોરોનાને માત આપી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 8,16,220 છે,અને કોરોના એક્ટિવ કેસની સંખ્યા 173 છે.

Top Stories Gujarat
corona 4 રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ

કોરોનાની સ્થિતિ રાજ્યમાં નિયંત્રણમાં છે,કોરોનાની રફતાર હવે મંદ પડી ગઇ છે જેના લીધે હવે જનજીવન સામાન્ય બન્યું છે,કોરોના કાબુમાં હોવાથી કોવિડ-19ની ગાઇડલાઇન સાથે રાજ્ય સરકારે અનેક છૂટછાટ આપી છે,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો  8,25,994 છે,જ્યારે કોરોનાથી છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી જે સારી વાત છે.

આજે કોરોનાથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15 છે.જ્યારે કોરોનાને માત આપી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 8,16,220 છે,અને કોરોના એક્ટિવ કેસની સંખ્યા 173 છે. રાજ્યમાં સતત કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે જેના લીધે રાજ્યમાં કોલેજ શાળા સહિત ઉધોગો પણ રાબેતા મુજબ ચાલુ થઇ ગયાં છે. કોરોનાના નિયંત્રણમાં હોવાથી લોકોનો ધંધા રોજગાર પણ ચાલુ થઇ ગયા છે અને અર્થતંત્રનો ચક્ર ફરી વેગવંતુ થયું છે. વેક્સિનેશ પણ પુરજોશમાં ચાલી રહી છે હવે રાજ્ય સરકારે અનેક સ્થળો પર વેક્સિનેશ સેન્ટર ખોલી દેવામાં આવ્યા છએ.