Covid-19/ ઉત્તરાયણ બાદ દેશમાં આજે કોરોનાનાં કેસનો આંક પોણા ત્રણ લાખ નજીક પહોંચ્યો

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને 32.57 કરોડથી વધુ થઈ ગયા છે. આ સાથે, અત્યાર સુધીમાં 55.3 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 9.60 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Top Stories India
કોરોના કેસ
  • દેશમાં 24 કલાકમાં અઢી લાખથી વધુ કેસ,
  • 24 કલાકમાં 2,71,202 કેસ નોંધાયા,
  • 24 કલાકમાં 314 દર્દીના થયા મોત,
  • 24 કલાકમાં 1.38 લાખ દર્દી થયા સાજા,
  • દેશમાં ઓમિક્રોનના 7,743 એક્ટિવ કેસ

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને 32.57 કરોડથી વધુ થઈ ગયા છે. આ સાથે, અત્યાર સુધીમાં 55.3 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 9.60 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે.રવિવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે, વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 325,725,055, 5,534,775 અને 9,603,435,894 થઈ ગઈ છે. CSSE અનુસાર, વિશ્વમાં યુએસ 65,402,606 કેસ અને 849,994 મૃત્યુ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બની રહ્યું છે.જ્યારે ભારત કોરોનાનાં કેસોમાં બીજા નંબરે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, જ્યાં કોરોનાનાં 36,850,962 કેસ છે જ્યારે 485,752 મૃત્યુ થયા છે, ત્યારબાદ બ્રાઝિલમાં 22,981,851 કેસ છે જ્યારે 621,233 મૃત્યુ થયા છે.

આ પણ વાંચો – OMG! / જલ્દી જ તમારું પાણી સાથે હવામાં લક્ઝુરિયસ વોક કરવાનું સપનું થશે પૂરુ, Viral Video

દેશમાં કોરોના અને કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 2 લાખ 71 હજાર 202 નવા કેસ નોંધાયા છે. જ્યારે 314 લોકોનાં મોત થયા છે. વળી, ઓમિક્રોન વેરિઅન્ટથી પીડિત દર્દીઓની સંખ્યા વધીને 7743 થઈ ગઈ છે. આજે સવારે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસનાં 2,71,202 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 314 લોકોનાં મોત પણ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 15 લાખને વટાવી ગઈ છે. હાલમાં દેશમાં કોરોના ચેપના 15,50,37ં7 સક્રિય કેસ છે. વળી, 24 કલાકમાં 1,38,331 દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં ચેપનો દર વધીને 16.28 ટકા થઈ ગયો છે. ગઈકાલથી અત્યાર સુધીમાં 2369 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ ઓમિક્રોન વેરિઅન્ટની વાત કરીએ તો તેના દર્દીઓ વધીને 7743 થઈ ગયા છે. ગઈકાલે 2 લાખ 68 હજાર 933 નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 43 હજાર 211 નવા કેસ નોંધાયા છે, જ્યારે 23 લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનાનાં નવા કેસોમાંથી 16.7 ટકા એકલા મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે, જેમાં ડેલ્ટા વેરિઅન્ટનાં દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે, જ્યારે 32 ટકા દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. મુંબઈમાં કોરોનાનાં 10,661 નવા કેસ નોંધાયા છે અને 11 લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / US માં પાકિસ્તાની વૈજ્ઞાનિકને મુક્ત કરવા એક શખ્સે 4 લોકોને બનાવ્યા બંધક

વળી, શનિવારે દિલ્હીમાં કોરોના ચેપનાં નવા કેસમાં ઘટાડો થયો છે. શનિવારે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપનાં 20,718 નવા કેસ નોંધાયા હતા. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કારણે 30 લોકોનાં મોત પણ થયા છે. નવા આંકડા સાથે, દિલ્હીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 93,407 થઈ ગઈ છે. વળી, પોઝિટિવિટી રેટ 30.64 છે. શનિવારે ભારતમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા પણ ઓછી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર શુક્રવારે 17.87 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ, શનિવારે 1.7 લાખથી ઓછા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કદાચ લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ વગેરે તહેવારોને કારણે થયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારતમાં 70.24 કરોડથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16 લાખ 65 હજાર 404 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.