Not Set/ US માં પાકિસ્તાની વૈજ્ઞાનિકને મુક્ત કરવા એક શખ્સે 4 લોકોને બનાવ્યા બંધક

અમેરિકાનાં ડલ્લાસમાં ચાર લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. અપહરણ કરનારે પાકિસ્તાની વૈજ્ઞાનિક આફિયા સિદ્દીકીની મુક્તિની માંગણી કરી છે.

Top Stories World
US પાક વૈજ્ઞાનિક મુક્ત

અમેરિકાનાં ટેક્સાસમાં ચાર લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બદમાશોએ યહૂદીઓનાં ધાર્મિક સ્થળ સિનેગોગમાં બંધક બનાવેલા લોકોમાંથી એકને છોડી દીધો હતો. આપને જણાવી દઈએ કે, બંધક બનાવનારે પાકિસ્તાની વિજ્ઞાની આફિયા સિદ્દીકીને મુક્ત કરવાની માંગ કરી છે, જે અમેરિકી સેનાનાં અધિકારીને મારવાના પ્રયાસમાં જેલમાં છે.

આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી 2022 / ચૂંટણી પંચે રેલીઓ પર પ્રતિબંધ લંબાવ્યો, 22 જાન્યુઆરી સુધી ચૂંટણી જાહેર સભા યોજી શકશે નહીં

અમેરિકાનાં ડલ્લાસમાં ચાર લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. અપહરણ કરનારે પાકિસ્તાની વૈજ્ઞાનિક આફિયા સિદ્દીકીની મુક્તિની માંગણી કરી છે. અફિયા સિદ્દીકીએ અફઘાનિસ્તાનમાં કસ્ટડીમાં હતા ત્યારે અમેરિકન સૈન્ય અધિકારીઓને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો. આફિયા સિદ્દીકી હાલમાં ટેક્સાસની એફએમસી કાર્સવેલ જેલમાં કેદ છે. તેને 86 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. વળી, અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેન પણ આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે. આ દરમિયાન 4માંથી એક વ્યક્તિને મુક્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ લોકોને ટેક્સાસનાં એક યહૂદી ધાર્મિક સ્થળથી બંધક બનાવવામાં આવ્યા હતા. આ મામલાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કામમાં આફિયા સિદ્દીકીના ભાઈનો હાથ છે. જો કે, તેના ભાઈ તરફથી હાજર રહેલા એટોર્નીએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. એટોર્નીએ યુએસ મીડિયાને જણાવ્યું હતું કે તેનો અસીલ સતત યુએસ એજન્સીઓને ફોન કરીને ખાતરી આપી રહ્યો છે કે તે બંધક બનાવવાની ઘટનામાં સામેલ નથી. તે કહે છે કે તે તેની બહેનને કોઈપણ હિંસા વિના અને શાંતિપૂર્ણ રીતે મુક્ત કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો – OMG! / જલ્દી જ તમારું પાણી સાથે હવામાં લક્ઝુરિયસ વોક કરવાનું સપનું થશે પૂરુ, Viral Video

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ આ ઘટનાથી સંપૂર્ણપણે વાકેફ છે. તેમના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ક્ષણે ક્ષણે અપડેટ આપવામાં આવી રહી છે. આ સાથે રાષ્ટ્રીય સુરક્ષા ટીમનાં વરિષ્ઠ સભ્યો પણ અમેરિકન એજન્સીઓ સાથે જોડાયેલા છે. આ દરમિયાન કોલીવિલેની પોલીસે જણાવ્યું કે બંધક બનાવનાર વ્યક્તિએ એક વ્યક્તિને છોડી દીધો છે. તેને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી તે સુરક્ષિત છે. જોકે અંદર હજુ પણ અન્ય લોકો છે. પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિનાં અહેવાલ પ્રાપ્ત થયા નથી. વળી, FBI અધિકારીઓ બંધક બનાવનારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વાતચીત દ્વારા આ સંકટને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.