Not Set/ આ વર્ષે 17 હજાર યુવાનોને સરકારી નોકરી આપવા સરકારની નેમ: વિજય રૂપાણી

  આજ રોજ ગાંધીનગર જિલ્લાનાં કલોલમાં કલોલ તાલુકા કેળવણી મંડળ અને ગુજરાત યુનિવર્સિટીનાં અંતર્ગત મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં રાજ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતનાં બેરોજગાર યુવાનોને ખુશખબર આપતા જણાવ્યું હતું કે, આ વર્ષમાં 17 હજાર યુવાનોને સરકારી નોકરી આપવાની સરકારની નેમ છે. વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય રોજગાર આપવાના મામલામાં […]

Top Stories Gujarat

 

આજ રોજ ગાંધીનગર જિલ્લાનાં કલોલમાં કલોલ તાલુકા કેળવણી મંડળ અને ગુજરાત યુનિવર્સિટીનાં અંતર્ગત મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં રાજ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતનાં બેરોજગાર યુવાનોને ખુશખબર આપતા જણાવ્યું હતું કે, આ વર્ષમાં 17 હજાર યુવાનોને સરકારી નોકરી આપવાની સરકારની નેમ છે.

વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય રોજગાર આપવાના મામલામાં દેશનું સર્વશ્રેષ્ઠ રાજ્ય છે. વધુમાં માહિતી આપતા તેમને ઉમેર્યું હતું કે, સરકારને બેન્કિંગ, સર્વિસીઝ વગેરે ક્ષેત્રોમાં યુવાનો માટે રોજગારનું સર્જન કરવાનાં સ્ત્રોત જણાઈ રહ્યા છે. માટે આટલા ક્ષેત્રોમાં ગુજરાત સરકારને મહત્વપૂર્ણ અધ્યન કરી યુવાનોને નોકરી આપવાની નેમ છે. કાર્યક્રમમાં અંદાજે 1600 થી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

વિજય રૂપાણીએ ગુજરાતની નોકરી આપવાની સિદ્ધિઓ ગણાવતા કહ્યું હતું કે,

આ વર્ષે 17 હજાર યુવાનોને સરકારી નોકરી આપવા સરકારની નેમ: વિજય રૂપાણી

સમગ્ર દેશમાં એમ્પ્લોયમેન્ટ એકસચેન્જ દ્વારા અપાતી રોજગારીમાં ગુજરાત એકલું ૭૪ ટકા રોજગાર આપે છે. રાજ્યમાં ગારમેન્ટ અને એપરલ પોલીસી તહેત મહિલા રોજગારીને પ્રોત્સાહન આપવા મહિલા કારીગરો માટે રૂ. ૪ હજારની પે રોલ સહાય સરકાર ચૂકવે છે આના પરિણામે નારીશકિતને પણ વ્યાપક રોજગારીની તકો મળી છે.”