Gujarat Weather News: ભારતીય હવામાન વિભાગે હીટવેવ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી ટ્રફ પસાર થતો હોવાથી રાજ્યમાં માવઠાનો માર પડશે. 13 મેના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસમાં 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે.
ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે ઓરેન્જ ઝોનમાં ભારે પવન અને કરા પડવાની શક્યતા હોવાથી ઉભા પાકનું રક્ષણ કરવું, છાંટકાવ જેવી કૃષિ કામગીરી ટાળવી, વરસાદી ઝોનમાં જમીનમાં પાણી ન થમવે તેવા પગલાં લેવા, જરૂર જણાય તો પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા જણાવ્યું છે.

આગામી 15 થી 20 મે સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર પંથકમાં પોરબંદરના કુતિયાણામાં 3.78 ઈંચ, જામકંડોરણામાં 3.11 ઈંચ, ધોરાજીમાં 2.76 ઇંચ, માણાવદરમાં 2.32 ઈંચ, જેતપુરમાં 2.24 ઈંચ, ધ્રોલમાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો છે. દ્વારકા અને જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે.
રાજ્યમાં વરસાદી માહોલ સાથે ઉકળાટ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે (IMD) ગરમી અને વરસાદને લઇ આગાહી કરી છે. રાજ્યમાં આજથી તાપમાનમાં 3થી5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, વલસાડ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડામાં વરસાદી માહોલ રહેશે.

એપ્રિલ અને મે માસમાં બફારા બાદ છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. સર્ક્યુલર સાયક્લોનિક એક્ટિવિટીનાં કારણે ભર ઉનાળે ચોમાસું બેસી ગયું છે. માવઠાનાં કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાથી કેરીઓના પાકને નુકસાન થતાં ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર થયા છે. હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે.
આગામી 15 થી 20 મે સુધી ગરમીનો પારો ઊંચો જશે, ત્યારબાદ એકાએક વાતાવરણમાં ફેરફાર થવાથી મે મહિનાનાં અંત સુધી તો પાછો વરસાદ આવશે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. આ વર્ષે કેરળમાં 27 મેથી ચોમાસું બેસસે તેવી IMDએ આગાહી કરી છે. ચોમાસું સારૂ રહેતા પાકને પૂરતું પાણી મળી રહેશે, જળ સંગ્રહ સારી રીતે કરી શકાશે.
આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું
આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી દિવસોમાં વાદળિયું વાતાવરણ રહેશે, ગાજવીજ સાથે પડશે વરસાદ
