Tech News/ ફેક્ટરી મજૂરોના માથા પર કેમેરા કેમ? AI કંપનીઓ ડેટા રેકોર્ડ કરી રોબોટ્સને બનાવી રહી છે શક્તિશાળી

ભારતીય ફેક્ટરીઓમાં મજૂરો માથા પર કેમેરા લગાવીને AI અને રોબોટ્સને ટ્રેનિંગ આપી રહ્યા છે. સસ્તી લેબરના કારણે ભારત ડેટા હબ બન્યું છે, પરંતુ શું આ રોબોટ્સ ભવિષ્યમાં મજૂરોની નોકરી છીનવી લેશે?

Top Stories Trending Tech & Auto
AI

AI Robotics Training Summary: ટેકનોલોજીની દુનિયામાં અત્યારે એક નવો અને ચોંકાવનારો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ભારતીય ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરો હવે પોતાના માથા પર કેમેરા લગાવીને કામ કરી રહ્યા છે. આ કોઈ સુરક્ષા માટે નથી, પરંતુ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને રોબોટ્સને ‘ઇન્સાન’ બનતા શીખવવા માટેનો એક પ્રોજેક્ટ છે. રિપોર્ટ્સ મુજબ, ભારતની સસ્તી લેબરનો ઉપયોગ કરીને ટેક કંપનીઓ ઇન્સાનના હલનચલન (Human Motion) નો ડેટા ભેગો કરી રહી છે, જે ભવિષ્યમાં મજૂરોની નોકરી માટે મોટો ખતરો બની શકે છે.

AI

હ્યુમન મોશન ડેટાની જરૂરિયાત

રોબોટ્સ માટે સૌથી મોટો પડકાર એ છે કે તેઓ વાસ્તવિક દુનિયામાં માણસની જેમ કુશળતાપૂર્વક હાથ-પગ હલાવી શકતા નથી. આ શીખવવા માટે હજારો કલાકોના વીડિયો ડેટાની જરૂર પડે છે. મજૂરોના માથા પર લાગેલા કેમેરા રેકોર્ડ કરે છે કે તેઓ કેવી રીતે સિલાઈ કરે છે, પેકિંગ કરે છે અથવા સામાન ઉઠાવે છે. આ ડેટાનો ઉપયોગ કરીને રોબોટ્સને ટ્રેન કરવામાં આવે છે.

AI

ભારત કેમ બન્યું ‘ડેટા ફાર્મ’?

અમેરિકા કે યુરોપમાં આવા ડેટા કલેક્શન માટે કલાકના સેંકડો ડોલર ચૂકવવા પડે છે. તેની સામે ભારતમાં સસ્તી લેબર ઉપલબ્ધ હોવાથી AI કંપનીઓ માટે અહીં ડેટા જનરેટ કરવો અત્યંત સસ્તો પડે છે. ટેકનોલોજી રિવ્યુના રિપોર્ટ મુજબ, આ એક નવી ‘ગીગ ઇકોનોમી’ બની રહી છે, જ્યાં મજૂરો પોતે જ મશીનોને તૈયાર કરી રહ્યા છે.

શું રોબોટ્સ છીનવી લેશે રોજગાર?

આ આખી પ્રક્રિયાનો સૌથી ડરામણો પાસા એ છે કે મજૂરો અજાણતામાં પોતાની જ નોકરી માટે ખતરો ઉભો કરી રહ્યા છે:

એકવાર રોબોટ્સ સિલાઈ, વેરહાઉસ મેનેજમેન્ટ અને એસેમ્બલી લાઇન જેવા કામ શીખી જશે, પછી કંપનીઓ માણસને બદલે રોબોટ્સને પ્રાધાન્ય આપશે, કારણ કે રોબોટ્સ થાક્યા વગર  24 કલાક કામ કરી શકે છે.

એક્સપર્ટ્સ માને છે કે મજૂરો પોતાના જ વિકલ્પ તૈયાર કરી રહ્યા છે. જે કામ આજે લાખો ભારતીયોની આજીવિકાનું સાધન છે, તે ભવિષ્યમાં માત્ર મશીનો દ્વારા જ થશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ટેક કંપનીઓ આને રોજગારની નવી તક ગણાવી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ટ્રેનિંગ ભવિષ્યમાં ફેક્ટરી મજૂરો માટે ‘પગ પર કુહાડી મારવા’ સમાન સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો:ચીને બનાવ્યો દુનિયાનો સૌથી ‘ઈમોશનલ’ રોબોટ, Moya ની અદાઓ જોઈને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો: સાવધાન! તમારી AI સાથેની ખાનગી વાતો સુરક્ષિત નથી? Perplexity AI પર લાગ્યો ડેટા ચોરીનો આરોપ

આ પણ વાંચો: હવે AI જણાવશે ક્યારે થશે બાળકનો જન્મ! ગર્ભાવસ્થાના જોખમો ઓળખવા ભારતે બનાવ્યું પોતાનું ‘દેશી’ મોડેલ