Not Set/ Viral Photos : શાહરૂખની દિકરી સુહાના ખાન દેખાઇ એક અજાણ્યા શખ્સ સાથે

ફોટોમાં જોવા મળી રહેલી સુહાના ખાન એક પાર્ટીમાં મસ્તીનાં મુડમાં હોય તેવુ દેખાઇ રહ્યુ છે. તેણે અહી હ્વાઇટ કલરની ફૂલ સ્લીવ્સ ટી-શર્ટ પહેરી છે જેમા તે ઘણી સુંદર લાગી રહી છે. બોલિવુડમાં સ્ટારથી વધુ સ્ટારનાં બાળકો લાઇમ લાઇટમાં આવી રહ્યા છે. જ્યા તેઓ પોતાના લુક, પાર્ટી અને પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ઘણીવાર ચર્ચામાં રહે […]

Top Stories Entertainment
Suhana Khan Viral Photos : શાહરૂખની દિકરી સુહાના ખાન દેખાઇ એક અજાણ્યા શખ્સ સાથે

ફોટોમાં જોવા મળી રહેલી સુહાના ખાન એક પાર્ટીમાં મસ્તીનાં મુડમાં હોય તેવુ દેખાઇ રહ્યુ છે. તેણે અહી હ્વાઇટ કલરની ફૂલ સ્લીવ્સ ટી-શર્ટ પહેરી છે જેમા તે ઘણી સુંદર લાગી રહી છે. બોલિવુડમાં સ્ટારથી વધુ સ્ટારનાં બાળકો લાઇમ લાઇટમાં આવી રહ્યા છે. જ્યા તેઓ પોતાના લુક, પાર્ટી અને પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. કિંગ ખાનની દિકરી સુહાનાની વાત કરીએ તો તે ઘણીવાર સોશિયલ મીડિયામાં પોતાના મિત્રોની સાથે પોતાની ફોટો શેયર કરતી નજરે ચઢે છે. અને ઘણીવાર તે પોતાના શેયર કરેલા ફોટોને લઇને ટ્રોલ થતી રહી છે.

Instagram will load in the frontend.

તાજેતરમાં સુહાનાનાં ફોટોઝ સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થઇ રહ્યા છે. આ ફોટોઝમાં સુહાના પોતાના મિત્રોની સાથે કોઇ પાર્ટીમાં હોય તેવુ લાગી રહ્યુ છે. જાણવા મળ્યુ છે કે, આ ફોટોઝ લંડનની એક પાર્ટી દરમિયાન લેવામાં આવી હતી. સુહાના લંડનમાં પોતાની એક મિત્રની બર્થ-ડે પાર્ટી અટેંન્ડ કરવા પહોચી હતી. પાર્ટીમાં સુહાના મસ્તીમાં જોવા મળી રહી છે.

Instagram will load in the frontend.

પાર્ટીમાં સુહાના હ્વાઇટ કલરની ફૂલ સ્લીવ્સની ટી-શર્ટ પહેરી છે. જેમા તે ઘણી સુંદર લાગી રહી છે. મળતી માહિતી અનુસાર સુહાના ખાન અભ્યાસ માટે લંડનમાં છે, જ્યા તે અભ્યાસ પૂરો કર્યા બાદ એક્ટિંગ ક્લાસ પણ જોઇન કરવાની છે.

Instagram will load in the frontend.

સુહાનાને બોલિવુડ સ્ટાર કિડ્સમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આપને જણાવી દઇએ કે, વર્ષ 2018માં સુહાનાએ એક મેગેજિન નાં કવર પેજ માટે ડેબ્યૂ કર્યુ હતુ. જે દરમિયાન તેણે એક્ટિંગને લઇને પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તે સ્કૂલમાં ઘણા કાર્યક્રમોમાં એક્ટિંગ પ્લે કરી ચુકી છે. જોવાનું રહેશે કે તે બોલિવુડમાં એન્ટ્રી લેવા કયો સમય પસંદ કરે છે.