approved/ વર્લ્ડ બેંકે ગુજરાતને આટલા હજાર કરોડની લોન આપી,જાણો ક્યા હેતુ માટે મંજૂર કરી

આ લોન વિશ્વ બેંકની એક એકમ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા આપવામાં આવશે

Top Stories Gujarat
3 51 વર્લ્ડ બેંકે ગુજરાતને આટલા હજાર કરોડની લોન આપી,જાણો ક્યા હેતુ માટે મંજૂર કરી

ગુજરાતમાં સ્વાસ્થ સંબધિત રોગોને ધ્યાનમાં લઇને વર્લ્ડ બેંકે રાજ્યને 35 ડોલર કરોડ  એટલે કે  (રૂ. 2,832 કરોડથી વધુ) મંજૂર કરી છે. વિશ્વ બેંકે ગુરુવારે જણાવ્યું હતું કે તેના બોર્ડ ઑફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સે ગુજરાતને 35 કરોડ ડોલરની લોન મંજૂર કરી છે. આ લોન વિશ્વ બેંકની એક એકમ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા આપવામાં આવશે.આ લોન એટલા માટે મંજૂર કરવામાં આવી છે કે રાજ્યમાં સ્વાસ્થ સંબધિત સેવાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે વિશ્વ બેંકેના જણાવ્યા અનુસાર  આરોગ્ય સેવાઓમાં ઘણો સુધારો થયો છે પરંતુ હજુ પણ ઘણો સુધારો કરવાની જરૂર છે. વિશ્વ બેંકે અહેવાલ આપ્યો છે કે ગુજરાતમાં 69% કિશોરીઓ અને 36% કિશોરીઓ એનિમિયાથી પીડાય છે.નોંધનીય છે કે ગુજરાત હાલમાં તેના નાગરિકોને સાત આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે, જેમાં પ્રજનન, નવજાત, બાળ અને કિશોર આરોગ્ય, ચેપી અને બિનચેપી રોગોનો સમાવેશ થાય છે. વિશ્વ બેંકનું ભંડોળ રાજ્યને માનસિક સ્વાસ્થ્ય સેવાઓનો સમાવેશ કરવામાં અને રાજ્યમાં બિન-સંચારી સેવાઓને મજબૂત બનાવવામાં મદદ કરશે