ઐતિહાસિક નિર્ણય/ પાટણના વીર મેઘમાયાની યાદમાં ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડશે

ઇતિહાસ સાથે જોડાયેલ અમરપાત્ર અને સમગ્ર માનવજાત માટે જનહિતાર્થે પાણી માટે પોતાના દેહનું બલિદાન આપનાર વીર મેઘમાયાની સ્મૃતિમાં ભારત સરકારે “બલિદાની સંત વીર મેઘમાયા” ટપાલ ટિકિટ બહાર પાડવાનો ઐતિહાસિક નિર્ણય કરતા પાટણને વધુ એક ગૌરવ પ્રાપ્ત થયું છે.

Top Stories Gujarat Others
કેન્દ્ર સરકારના ટપાલ વિભાગ દ્વારા વીર મેઘમાયા ની સ્મૃતિમાં તેમના ફોટા સાથેની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે, જેનાથી સમગ્ર

પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ બાદ હવે ઐતિહાસિક પાટણના સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી કાજે બલિદાન આપનાર વીર મેઘમાયાનુ નામ રાષ્ટ્ર લેવલે ગુંજતું થશે. કેન્દ્ર સરકારના ટપાલ વિભાગ દ્વારા વીર મેઘમાયાની સ્મૃતિમાં તેમના ફોટા સાથેની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે, જેનાથી સમગ્ર પાટણ જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધ્યું છે. કેન્દ્રીય મંત્રી દ્વારા આ અંગે સંસદમાં અવાજ ઉઠાવનાર અમદાવાદના સંસદસભ્ય ડો.કિરીટભાઈ સોલંકીને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

p4 પાટણના વીર મેઘમાયાની યાદમાં ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નો થકી ઐતિહાસિક પાટણ શહેરની પ્રસિદ્ધ રાણીની વાવને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ મોનુમેન્ટ સાઇટમાં સમાવેશ કરાયા બાદ ભારતની રૂપિયા ૧૦૦ની ચલણી નોટમાં રાણીનીવાવ અંકિત કરી પાટણને ગૌરવ બક્ષ્યા બાદ પાટણના ભવ્ય ઇતિહાસ સાથે જોડાયેલ અમરપાત્ર અને સમગ્ર માનવજાત માટે જનહિતાર્થે પાણી માટે પોતાના દેહનું બલિદાન આપનાર વીર મેઘમાયાની સ્મૃતિમાં ભારત સરકારે “બલિદાની સંત વીર મેઘમાયા” ટપાલ ટિકિટ બહાર પાડવાનો ઐતિહાસિક નિર્ણય કરતા પાટણને વધુ એક ગૌરવ પ્રાપ્ત થયું છે.

p3 10 પાટણના વીર મેઘમાયાની યાદમાં ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડશે

પાટણ જિલ્લાના વતની અને મેઘમાયા સ્મારક મેમોરિયલ ફાઉન્ડેશનના ચેરમેન ડો. કિરીટ સોલંકીના સક્રિય પ્રયત્નો થકી પાટણને આ ગૌરવ પ્રાપ્ત થવા પામ્યું છે. લોકસભામાં ઝીરો અવર્સમાં ઐતિહાસિક રાજધાની અણહિલવાડ પાટણ ખાતે 1000 વર્ષ પૂર્વે દુષ્કાળના સમયમાં પાણી માટે લોક હિતાર્થે પ્રજા, પશુ ,પંખી પ્રકૃતિ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર, કરોડો દલિતોના પ્રથમ મુક્તિદાતા, તેમજ સામાજિક સમરસતાના પ્રથમ અમર બલિદાની મહાપુરુષ વીર મેઘમાયાજીએ બલિદાન આપ્યું હતું.

123 2 પાટણના વીર મેઘમાયાની યાદમાં ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડશે

આવા મહાન પુણ્ય પ્રતાપી બલિદાની મહાપુરુષ વીર મેઘમાયાની યાદમાં ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવા માટે કરેલ રજૂઆત અન્વયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ ભારત સરકારના કેબિનેટ સંચાર મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ, રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ એ ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા વીર મેઘમાયાની યાદમા ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

p5 પાટણના વીર મેઘમાયાની યાદમાં ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડશે

મેઘમાયા પાટણના વીર મેઘમાયાની યાદમાં ભારત સરકાર દ્વારા

World/ મહિલા ન્યૂઝ એન્કરે ‘હિજાબ’ પહેર્યું ન હતું, તો ઈરાનના રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યુ આપવાનો કર્યો ઈન્કાર