GST COUNCIL/ જીવનજરૂરિયાતની વસ્તુઓ પર GST દર લાગુ કરતા આજથી આ વસ્તુઓ મોંઘી,જાણો

દેશમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે ત્યારે આઝથી જીએસટી દરમાં વધારો કરતા જીવનજરૂરિયાતની અનેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી જશે

Top Stories India
11 22 જીવનજરૂરિયાતની વસ્તુઓ પર GST દર લાગુ કરતા આજથી આ વસ્તુઓ મોંઘી,જાણો

દેશમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે ત્યારે આઝથી જીએસટી દરમાં વધારો કરતા જીવનજરૂરિયાતની અનેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી જશે, સામાન્ય લોકોને મોંઘવારીની માર સહન કરવી પડશે,આજે એટલે કે 18 જુલાઇથી જબરોજની વસ્તુઓ જેવી કે દહીં, લસ્સી, ચોખા, પનીર અને અન્યના ભાવ વધી શકે છે. સરકારે આ વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના દરમાં વધારો કર્યો છે. તેમજ હવે લોકોને હોસ્પિટલોમાં સારવાર માટે વધુ પૈસા ચૂકવવા પડશે.

 દહીં, લસ્સી, પનીર અને છાશ જેવી પ્રી-પેકેજ ખાદ્ય ચીજોની કિંમતો વધશે. માછલી અને ફુદીનાના દરમાં પણ વધારો થશે. સરકાર આ ઉત્પાદનો પર 5 ટકાના દરે GST વસૂલશે. અગાઉ આ વસ્તુઓ GSTના દાયરાની બહાર હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં આ ઉત્પાદનોને પહેલીવાર GSTના દાયરામાં સામેલ કરવામાં આવ્યા હતા. GST કાઉન્સિલે ટેટ્રા પેક્ડ દહીં, લસ્સી અને બટર મિલ્ક પર 5% GST વસૂલવાનો નિર્ણય લીધો હતો.

હવે લોકોને હોસ્પિટલોમાં સારવાર માટે વધુ પૈસા ખર્ચવા પડશે. ICU ની બહાર હોસ્પિટલોના આવા રૂમ, જેનું એક દિવસનું ભાડું દર્દી માટે 5000 રૂપિયાથી વધુ છે, આજથી સરકાર અહીં પણ 5 ટકાના દરે GST વસૂલશે. અગાઉ, હોસ્પિટલોના આવા રૂમ પર GST દર લાગુ ન હતા,હવે  1000 રૂપિયાના ભાડા સાથે હોટલના રૂમ પર પણ GST ચૂકવવો પડશે. અત્યાર સુધી 1000 રૂપિયા સુધીના રૂમ GSTના દાયરાથી બહાર હતા. આના પર હવે 12 ટકાના દરે GST લાગશે. બેંકોમાં પણ તમારું ખિસ્સું વધશે, કારણ કે હવે ચેકબુક જારી કરવા પર બેંકો દ્વારા લેવામાં આવતી ફી પર 18 ટકા GST લાગશે.

સ્ટેશનરી વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે

સોલર વોટર હીટર – જે હીટર પર પહેલા 5 ટકા જીએસટી દર હતો, હવે તે દર વધીને 12 ટકા થઈ ગયા છે. આ સિવાય એલઇડી લાઇટ અને લેમ્પની કિંમતો પણ વધી શકે છે, કારણ કે સરકારે તેના પર જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા કર્યો છે. સ્ટેશનરી વસ્તુઓને પણ 18 ટકા ટેક્સ બ્રેકેટમાં મૂકવામાં આવી છે. સરકારે બ્લેડ, પેપર સિઝર્સ, પેન્સિલ શાર્પનર, ચમચી, ફોર્ક્ડ સ્પૂન, સ્કિમર અને કેક સર્વર વગેરે પર GST વધાર્યો છે. અગાઉ તેમના પર 12 ટકા GST વસૂલવામાં આવતો હતો.

આ વસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો

GST કાઉન્સિલે રોપવે દ્વારા મુસાફરો અને માલસામાનની અવરજવર પર GST દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. આ સિવાય સ્પ્લિન્ટ્સ અને અન્ય ફ્રેક્ચર ડિવાઈસ, બોડી પ્રોસ્થેસિસ, બોડી ઈમ્પ્લાન્ટ્સ, ઈન્ટ્રા ઓક્યુલર લેન્સ વગેરે પર પણ જીએસટીના દરમાં ઘટાડો થયો છે. 18 જુલાઈથી તેમના પર 5 ટકા GST લાગુ થશે. અગાઉ આ વસ્તુઓને 12 ટકાના સ્લેબમાં સામેલ કરવામાં આવી હતી.

સંરક્ષણ દળો માટે આયાત કરવામાં આવતી કેટલીક વસ્તુઓ પર 18 જુલાઈથી GST લાગુ થશે નહીં. સરકારે ઓપરેટરો માટે ફ્રેટ ચાર્જ પરનો GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા કર્યો છે જ્યાં ઇંધણની કિંમતનો સમાવેશ થાય છે.

મોંઘવારીની માર

નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જૂનના અંતમાં GST કાઉન્સિલની 47મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં GST કાઉન્સિલે અમુક ખાદ્ય ચીજવસ્તુઓ પર GST વસૂલવાનો નિર્ણય લીધો હતો, જેને આ ટેક્સ સ્લેબની બહાર રાખવામાં આવી હતી. સરકારના આ નિર્ણય બાદ રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં તમામ આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. તેનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર બોજ વધશે.