મોસ્ટ વોન્ટેડ/ ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ડર છે કે…

હું હાલમાં એન્ટિગુઆમાં મારા ઘરની સીમમાં  છું. મારું ખરાબ સ્વાસ્થ્ય મને બીજે ક્યાંય જવા દેતું નથી. ભારતીયોના હાથે મને આઘાતજનક અનુભવ થયો છે

Top Stories India
MEHUL CHOKSI ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ડર છે કે...

ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ડર છે કે તેનું ફરીથી અપહરણ કરીને ગુયના લઈ જવામાં આવી શકે છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં ચોક્સીએ કહ્યું હતું કે, “મારું ફરી એકવાર બળજબરીથી અપહરણ કરીને ગુયાના લઈ જવામાં આવી શકે છે, જ્યાં ભારતની મજબૂત સ્થિતિ છે, જેનો ઉપયોગ મને ગેરકાયદેસર રીતે દૂર કરવા માટે થઈ શકે છે.”

‘ચોક્સીએ આરોપ લગાવ્યો હતો કે, “હું હાલમાં એન્ટિગુઆમાં મારા ઘરની સીમમાં  છું. મારું ખરાબ સ્વાસ્થ્ય મને બીજે ક્યાંય જવા દેતું નથી. ભારતીયોના હાથે મને આઘાતજનક અનુભવ થયો છે.” ચોક્સીએ કહ્યું, ‘હું મારી માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ માટે મદદ માંગી રહ્યો છું કારણ કે હું સતત ડરી રહ્યો છું. છેલ્લા કેટલાક મહિનામાં મારા અનુભવોથી આઘાત લાગ્યો છે

તેમણે કહ્યું ‘મારા ડોકટરોની ભલામણો છતાં હું મારા ઘરની બહાર નીકળી શકતો નથી અને હવે હું કોઈપણ કિંમતે લાઈમલાઈટથી બચવા માંગુ છું. મારી ખરાબ તબિયત મને જવા દેતી નથી અને કંઈ પણ કરી શકતો નથી, ‘મારા વકીલો એન્ટિગુઆ અને ડોમિનિકામાં કેસ લડી રહ્યા છે. હું માનું છું કે હું જીતીશ કારણ કે હું એક એન્ટિગુઆન નાગરિક છું જેનું અપહરણ મારી ઇચ્છા વિરુદ્ધ અલગ દેશમાં અપહરણ કરવામાં આવ્યું હતું.ચોક્સીએ કહ્યું કે એ જોવાનું બાકી છે કે કેટલીક સરકારો મારી હાજરી સુરક્ષિત કરવા માટે કેટલી હદે જવા તૈયાર છે, પરંતુ મને કોમનવેલ્થ દેશોની કાયદાકીય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે અને મને ખાતરી છે કે અંતે ન્યાય થશે.

ઉલ્લેખનીય છે કે ચોક્સી આ વર્ષે 23 મેના રોજ એન્ટીગુઆથી બહાર ડિનર માટે ગયા બાદ ગુમ થઈ ગયો હતો અને ત્યારબાદ તે ડોમિનિકામાં મળી આવ્યો હતો. અહીં પોલીસ દ્વારા તેના પર ગેરકાયદેસર પ્રવેશનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે ભાગેડુ છે જે PNBમાંથી 13500 કરોડનું કૌભાંડ કરીને ભારતથી ભાગી ગયો છે.