દરોડા/ જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના 10 ‘ઓવરગ્રાઉન્ડ વર્કર’ની કરાઈ ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં તપાસ એજન્સી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસે કહ્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ‘ઓવરગ્રાઉન્ડ વર્કર’ તરીકે કામ કરતા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આશરે દસ જેટલા વર્કરોને ઝડપી પાડ્યા છે.

Top Stories India
jammu

આ પણ વાંચો:આખરે અખિલેશ યાદવ કેમ બોલ્યા, સમાજવાદી પાર્ટીને વોટ ન આપો…

જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય તપાસ એજન્સીએ જૈશ માટે કામ કરતા 10 લોકોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, તપાસ એજન્સીના અધિકારીઓએ કાશ્મીરના દક્ષિણ અને મધ્ય જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ રાતોરાત દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આ 10 ધરપકડ કરવામાં આવી હતી.

જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, “આતંકવાદ અને અલગતાવાદથી સંબંધિત ગુનાઓની તપાસ કરવા માટે તાજેતરમાં રચાયેલી સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ દક્ષિણ અને મધ્ય કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાં 10 અલગ-અલગ સ્થળોએ મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. આ દરોડા મુખ્યત્વે જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક પર કેન્દ્રિત હતા. OGW મોડ્યુલનો ભાગ હતા અને જૈશ આતંકવાદી કમાન્ડરો પાસેથી સૂચનાઓ લેતા હતા. તેવા 10 ઓળખાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે

આ પણ વાંચો:દિલ્હી પોલીસના 75માં સ્થાપના દિવસ પર અમિત શાહે કહ્યું, જવાનોએ દરેક મુશ્કેલીનો બહાદુરીથી સામનો કર્યો…

આ પણ વાંચો:વાહન પર જતા બાળકો માટે એલર્ટ, જાણો ટ્રાફિકનો નવો નિયમ…