vibrant gujarat/ મોદી હૈ તો મુમકિન હૈઃ મુકેશ અંબાણીએ ગુજરાતીમાં સંબોધન કર્યુ

સુઝુકીના પ્રેસિડેન્ટે વાઇબ્રન્ટ ગુજરાતમાં નમસ્કાર સંબોધનથી શરૂઆત કરી હતી. યુએઇના પ્રેસિડેન્ટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સંબોધન કર્યુ છે. આ ઉપરાંત ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે પણ વાઇબ્રન્ટ સમિટના ઉદઘાટન સમયે સમિટને સંબોધી છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 10T114219.220 મોદી હૈ તો મુમકિન હૈઃ મુકેશ અંબાણીએ ગુજરાતીમાં સંબોધન કર્યુ

ગાંધીનગરઃ સુઝુકીના પ્રેસિડેન્ટે વાઇબ્રન્ટ ગુજરાતમાં નમસ્કાર સંબોધનથી શરૂઆત કરી હતી. યુએઇના પ્રેસિડેન્ટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સંબોધન કર્યુ છે. આ ઉપરાંત ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે પણ વાઇબ્રન્ટ સમિટના ઉદઘાટન સમયે સમિટને સંબોધી છે. જ્યારે મુકેશ અંબાણીએ પણ ગુજરાતીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે હું ગુજરાતી છું અને મને ગુજરાતી હોવાનો ગર્વ છે. તેમણે મોદીને ભારતના ઇતિહાસના શ્રેષ્ઠ વડાપ્રધાન ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે મોદી હૈ તો મુમકિન હૈ.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ભારતીય અમલદારશાહી તંત્રમાં અને કારોબાર કરવા માટેના નિયમોમાં ધરમૂળથી સુધારા કર્યા છે. તેના લીધે કારોબાર કરવો પહેલાં કરતા વધારે સરળ બન્યું છે. પહેલા ફોર-જી અને પછી ફાઇવ-જી લાવવા માટે સરકારે જે ત્વરાએ કામ કર્યુ તે કાબિલેદાદ છે. હવે સરકાર અત્યારથી જ 6-જી પર કામ કરી રહી છે. તેના લીધે ભારતીય ઉદ્યોગોમાં ટેકનોલોજીને વેગ મળ્યો છે. આ ટેકનોલોજીને વેગ મળવાના પગલે તેની સાથે-સાથે મોટાપાયા પર પણ રોજગાર સર્જનને પણ વેગ મળ્યો છે. આ ટેકનોલોજી જ છે જે રોજગાર સર્જનને વેગ આપે છે.

સરકારે ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસનો પાયો નાખ્યો છે તેના ફળ વર્તમાન દાયકાથી મળવા માંડ્યા છે અને આગામી દાયકામાં તો તેનું પરિણામ ઉડીને આંખે વળગતું દેખાશે. સરકારની મોબાઇલ ટેકનોલોજીના વિકાસ અંગેની નીતિ દેશના ભાવિ વિકાસ માટેની પ્રેરક છે. આજે દેશમાં ઉપયોગમાં લેવાતા મોટાભાગના મોબાઇલનું ઉત્પાદન પણ દેશમાં લેવાય છે તે આનો પુરાવો છે. આના પગલે આગામી સમયમાં પર્સનલ કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ ટીવી વગેરેનું ઉત્પાદન પણ ભારતમાં થશે તે પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ નીતિ સરકારે અપનાવી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ