lakshadweep/ ગુગલ પર સૌથી વધુ સર્ચ થઈ રહ્યો છે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ

ભારતનો સૌથી નાનો કેન્દ્રશાષિત પ્રદેશ લક્ષદ્વીપ હાલમાં સમાચારનું કેન્દ્ર બન્યો છે. 7 જાન્યુઆરીના રોજ ભારતમાં ગુગલ પર સૌથી વધુ સર્ચ લક્ષદ્વીપ કરાયું હતું.

Top Stories India
YouTube Thumbnail 2024 01 10T115251.948 ગુગલ પર સૌથી વધુ સર્ચ થઈ રહ્યો છે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ

@નિકુંજ પટેલ

ભારતનો સૌથી નાનો કેન્દ્રશાષિત પ્રદેશ લક્ષદ્વીપ હાલમાં સમાચારનું કેન્દ્ર બન્યો છે. 7 જાન્યુઆરીના રોજ ભારતમાં ગુગલ પર સૌથી વધુ સર્ચ લક્ષદ્વીપ કરાયું હતું. ટ્રાવેલ બુકીંગ સાઈટ્સ ઉપર પણ લક્ષદ્વીપ સંદર્ભે અન્ય દિવસો કરતા હાલમાં લોકો 10 ગમું વધારે સર્ચ લક્ષદીપ કરે છે.સોશિયલ મિડીયા પર માલદીવની જગ્યાએ લક્ષદ્વીપ ફરવા જવાનું કેમ્પેઈન ચાલી રહ્યું છે. જેની શરૂઆત વડાપ્રધન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત અને તેના પર માલદીવના મંત્રીઓની વાંધાજનક ટિપ્પણીઓ બાદ થઈ હતી.

લક્ષદ્વીપનો ઈતિહાસ, ભુગોળ, રાજનિતી, ટુરિઝમ અને માલદીવમાં ટુરીસ્ટને આકર્ષવા માટે કેવી મુશ્કેલીઓ છે તે જોઈએ. લક્ષદીપમાં માનવ હોવાના અંદાજે 3500 વર્ષ જુના પુરાવા મળ્યા છે. બોધ્ધ ધર્મની વાર્તાઓમાં આ દ્વીપોનો ઉલ્લેખ છે. કહેવાય છે કે બોધ્ધ ભિક્ષુ સંઘમિત્ર આ દ્વીપ પર ગયા હતા. ચેરા સામર્જ્ય આ દ્વીપોને કંટ્રોલ કરતા હતા.

એવું માનવામાં આવે છે કે ઈસ. 661 માં મદીનાથી શેખ ઉબૈદુલ્લાહ અહીં પહોંચ્યા હતા અને ઈસ્લામનો પ્રચાર કર્યો હતો. એન્ડ્રોટ દ્વીપમાં તેમની કબર પણ છે. 11મી સદીમાં કેરલમાં આ દ્વીપ પણ ચોલ સામ્રાજ્યનાં આધિપત્યમાં આવી ગયો. પોર્ટુગલ, ટીપુ સુલ્તાનથી લઈને 18મી સદીમાં અહીં બ્રિટીશ કંટ્રોલ આવી ગયો જે 1947 સુધી રહ્યો.

1947માં દેશ આઝાદ થયો અને ભાગલા પણ પડ્યા. અલગ અલગ પ્રદેશો ભારત અને પાકિસ્તાનમાં સામેલ થઊ રહ્યા હતા. તે સમયે બન્ને દેશોનું ધ્યાન લક્ષદ્વીપ તરફ ગયું ન હતું. અહીંની વધારે વસ્તી મુસ્લિમોની હતી. પરંતુ તે ભારતના મલબાર કોસ્ટ સાથે જોડાયેલું હતું.

તે સમયના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને લક્ષદ્વીપના ભૌગોલિક મહત્વનો અંદાજ હતો. તેમણે રાજકીય દુરંદેશી દેખાડીને મુદલિયાર બંધુઓને શીપ અને જવાનો સાથે લક્ષદ્વીપ જવા માટે કહ્યું. રામાસ્વામી મુદલિયાર મૈસુરના 24માં અને છેલ્લા દીવાન હતા. જ્યારે તેમના ભાઈ લક્ષ્મણ સ્વામી મુદલિયાર તે સમયના જાણીતા ડોક્ટર હતા. તે સમયે પાકિસ્તાને પણ પોતાનું યુધ્ધ જહાજ લક્ષદ્વીપ તરફ મોકલ્યું. ત્યાં સુધી આ દ્વીપો પર ભારતનો તિરંગો લહેરાઈ રહ્યો હતો. પાકિસ્તાન ખાલી હાથે પાછુ ફર્યું.

1956માં રાજ્યોના પુનર્ગઠન સમયે લક્ષદ્વીપને કેન્દ્રશાષિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તે પહેલા તે લક્કાદીવ, મિનીકોય અને અમીનદીવીથી ઓળખાતુ હતું.

લક્ષદ્વીપ કુલ 36 ડાપુઓનો સમુહ છે. જેમાં ફક્ત 10 ટાપુ જ રહેવાલાયક છે. જેમાં કવરત્તી, અગત્તી, અમીની, કદમત, કિલાતન, ચેતલાટ, બિટ્રા, આનદોહ, કલ્પની અને મિનીકોયનો સમાવેશ થાય છે. બિટ્રામાં 271 અને બંગારમ દ્વીપમાં 61 લોકો જ રહે છે. બાકીના 26 ટાપુઓ વિરાન છે. લક્ષદ્વીપમાં પર્યટન ઉદ્યોગ વધી રહ્યો છે. પરંતુ આજે પણ મુખ્ય આજીવિકાનું સાધન માછલી પકડવી અને નારિયેળની ખેતી છે.

લક્ષદ્વીપમાં ફક્ત એક લોકસભા સીટ છે. 1967 થી 1999 સુધી કોંગ્રેસના પીએમ સઈદ જ સાંસદ રહ્યા છે. 2004માં અહીં પહેલીવાર જનતાદળની જીત સાથે બદલાવ આવ્યો. ત્યારબાદ ફરીથી 2009માં કોંગ્રેસનું આગમન થયું. 2014માં અહીં એનસીપી જીતી અને 2019માં તેને ચાલુ રાખવામાં આવી. વર્તમાનમાં મોહમ્મદ ફૈઝલ એનસીપીના સાંસદ છે.

અહીંનું પ્રશાસક કેન્દ્ર સરકાર નિયુક્ત કરે છે. 2020માં અહીંના પ્રશાસક પ્રફુલ ખોડા પટેલ છે. પટેલ મુળ ગુજરાત ભાજપના નેતા અને મંત્રી રહી ચુક્યા છે. તેમના નિર્ણયોને પગલે લક્ષદ્વીપ અવારનવાર સમાચારમાં ચમકે છે. તેમણે ગૌમાંસ પર પ્રતિબંધ લગાવ્યો અને શુક્રવારની સાર્વજનિક રજાને રવિવારમાં બદલી. તેમનું કહેવું છે કે, પ્રશાસક પોતાની મનમાની ચલાવે છે. જ્યારે તેમણે ચુંટાયેલા પ્રતિનિધી સાથે ચર્ચા કરીને નિર્ણય લેવો જોઈએ.

લક્ષદ્વીપ અને માલદીવમાં એક મોટી સમાનતા એ છે કે અહીં સફેદ રેતીના સમુદ્ર છે. આ રેતીમાં સમુદ્ર કિનારા છે. આ સમુદ્રમાં પાણી વાદળી નજરે ચડે છે. ભારતના બાકીના સમુદ્રોની રેતી પીળી છે.

એક સરકારી વેબસાઈટમાં લક્ષદ્વીપને લઈને ઓક્ટોબર 2017 થી જુન 2018નો એક રિપોર્ટ છે. તેના અનુસાર અહીં કુલ 19 હોટેલ અથવા રિસોર્ટ છે. જેમાં આ સમયગાળા દરમિયાન કુલ 34,332 ટુરિસ્ટ પહોંચ્યા હતા. અન્ય એક અહેવાલ મુજબ 2021-2022માં અહીં 18,590 ટુરિસ્ટ લક્ષદ્વીપ પહોંચ્યા હતા.

બીજીતરફ માલદીવ સંપુર્ણ રીતે ટુરિસ્ટ ડેવલપ દ્વીપ છે. અહીં અંદાજે 250 હોટેલ અને રિસોર્ટ છે. અહીં તમામ પ્રકારની લકઝરી ઉપલબ્ધ છે. લક્ષદ્વીપમાં હજી ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રકચર પુરી રીતે ડેવલપ થયું નથી. લક્ષદ્વીપમાં કોઈ એરપોર્ટ નથી. ફક્ત એક રનવે સ્ટ્રીપ છે જે અગત્તી ટાપુમાં છે. કોઈ સીધી ફ્લાઈટ લત્રદ્વીપ માટે નથી. પહેલા કોચી અને બાદમાં લત્રદ્વીપ જવું પડે છે. માલદીવ જવા માટે સીધી ફ્લાઈટના તમામ વિકલ્પ છે.

લક્ષદ્વીપમાં એન્ટ્રી માટે પરમીટની જરૂર છે. ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ આપ્યા બાદ પણ ઓફલાઈન ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવે છે. અહીં પહેંચ્યા બાદ લક્ષદ્વીપ પ્રસાસન તરફથી ક્લિયરન્સ સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવે છે. આથી જ્યાં ટુરિસ્ટ રહે છે ત્યાંના લોકલ પોલીસ સ્ટેશન મારફતે વેરિફિકેશન કરાવવું પડે છે. માલદીવમાં વિઝા ઓન એરાઈવલ છે. એટલેકે ટુરિસ્ટ વિન્ડો પર પાસપોર્ટ બતાવીને પૈસા ચુકવીને વિઝા મળી જાય છે.

લક્ષદ્વીપમાં બાંધકામથી ઈકો સિસ્ટમ બગડવાનો ખતરો છે. થોડા સમય પહેલા અગત્તીમાં એકતરફ રનવે નિર્માણનું કામ શરૂ થયું ત્યારે તેને અધવચ્ચે જ રોકવું પડ્યું હતું. કારણ કે તેનાથી કાચબાના રહેણાંક પર અસર પડતી હતી. જો અહીં મોટાપાયે બાંધકામ થશે તો નેચર ખતમ થઈ જવાની પણ શક્યતા છે.

લક્ષદ્વીપમાં ઈન્ટરનેટ કનેક્ટીવીટી લિમીટેડ છે. ફક્ત બીએસએનએલ સર્વિસ પ્રોવાઈડર છે. ટુરિસ્ટનો મોબાઈલ ફોન કામ કરતો નથી કારણકે અન્ય કોઈ મોબાઈલ કંપનીનું નેટવર્ક થી. તેને કારણે ડિજીટલ અને કાર્ડ પેમેન્ટમાં પણ મુસ્કેલી ઉભી થાય છે.

લક્ષદ્વીપ વિકાસ પ્રાધિકરણે 2021માં એક ટુરિસ્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેને આધારે સુહેલી, મિનીકોય અને કદમલ ડાપુઓમાં સમુદ્ર કિમારા પર 230 વિલા, 140 વોટર વિલા અને 370 રીમ ધરાવતો વિલા બનાવવામાં આવ્યો હતો. આ કામ અનેક ગ્લોબલ કંપનીઓને સોંપવામાં આવ્યું હતું.

ટાટા ગ્રુપની ઈન્ડીયન હોટેલ કંપની લિમીટેડે આગામી વર્ષોમાં બે-બે તાજ બાર્ન્ડેડ રિસોર્ટસ બનાવવાની જાહેરાત કરી છે.ભારત સરકાર મિનીકોય દ્વીપ પર એરપોર્ટ બનાવવા જઈ રહી છે. આ નવા એરપોર્ટથી ફાઈટર જેટ, મિલેટરી એરક્રાફ્ટ અને કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન કરશે. હાલમાં આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો છે. જેનું કામ રપણ જલ્દીથી શરૂ થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા