Not Set/ J & K : બટમાલુ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયું એન્કાઉન્ટર, ૧ જવાન શહીદ, ૪ ઘાયલ

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના બટમાલુ વિસ્તારમાં સુરક્ષાબળોના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થઇ રહેલા એન્કાઉન્ટર થઇ રહ્યું છે જેમાં એક પોલીસ જવાન શહીદ થયા છે. રવિવાર સવારથી જ શરુ થયેલા એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી સહિત અન્ય ચાર જવાનો પણ ઘાયલ થયા છે. Srinagar: Encounter broke out between terrorists and security forces near Batamaloo area early morning today. (visuals deferred […]

Top Stories India Trending
jammu kashmir 2 J & K : બટમાલુ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયું એન્કાઉન્ટર, ૧ જવાન શહીદ, ૪ ઘાયલ

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરના બટમાલુ વિસ્તારમાં સુરક્ષાબળોના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થઇ રહેલા એન્કાઉન્ટર થઇ રહ્યું છે જેમાં એક પોલીસ જવાન શહીદ થયા છે. રવિવાર સવારથી જ શરુ થયેલા એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી સહિત અન્ય ચાર જવાનો પણ ઘાયલ થયા છે.

સુરક્ષાબળોના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા પોલીસકર્મીની ઓળખ પરવેજ અહેમદના સ્વરૂપમાં થઇ છે. આ દરમિયાન સેના દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના બટમાલુ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી સેનાને મળ્યા બાદ જવાનો દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરુ કરી દીધું હતું, અને ત્યારબાદ સુરક્ષાબળો દ્વારા પણ જવાબી ફાયરિંગ કયું હતું. પરંતુ આ દરમિયાન સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપના એક જવાનને ગોળી વાગ્યા બાદ તેઓ શહીદ થયા છે.

J & Kના DGP એસ પી વૈધે જણાવ્યું, “આતંકીઓ અંગેની જાણકરી મળ્યા બાદ શ્રીનગરના બટમાલુ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જયારે જવાનો આતંકીઓ જે સ્થળે છુપાયા હતા ત્યાં પહોચ્યા ત્યારે આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ શરુ કરી દેવામાં આવ્યું હતું. બંને બાજુથી શરુ થયેલા આ ફાયરિંગમાં એક જવાન શહીદ પણ થયા છે”.

આ ઉપરાંતે તેઓએ જણાવ્યું, “એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન તેમજ અન્ય ૨ CRPFના જવાનો પણ ઘાયલ થયા છે”.