મુંબઈ
કરણ જોહરનો ડ્રીમ પ્રોજેક્ટ ‘તખ્ત’ના સ્ટાર કાસ્ટની જાહેરાત કરવામાં આવી છે. તેમની મલ્ટી સ્ટારર ફિલ્મ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હશે. આ ફિલ્મમાં બી-ટાઉનના જાણીતા સ્ટાર આ પ્રોજેક્ટ માટે એક સાથે આવશે. સ્ટાર કાસ્ટની યાદીમાં રણવિર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, જહાનવી કપૂર અને અનિલ કપૂરનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં રણબીર કપૂરનું નામ પણ ઉમેરવું હતું પણ સંજુ સ્ટારએ કામ કરવાની ના પડી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, કરણ જોહરે રણબીર કપૂરને ફિલ્મમાં એક ભૂમિકા આપી હતી, પરંતુ તેમણે ફિલ્મનો ભાગ બનવા માટે ઇનકાર કર્યો હતો. કરણ જોહરે રણવીર સિંહના ભાઇની ભૂમિકા પહેલા રણબીર કપૂરને આપી દીધી. રણબીરને પણ ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી હતી, પણ પછી તેણે ફિલ્મ કરવા માટે ના પાડી. ત્યાર પછી આ ભૂમિકા વિકી કૌશલ આપવામાં આવી.
શા માટે રણબીર કપૂરે રોલ કરવાનો ઇનકાર કર્યો તે કારણ સામે આવ્યું નથી. આમ તો આ બે સ્ટારને સ્ક્રીન પર જોવા તે એક સરપ્રાઈઝ કરતાં ઓછું નહીં હોય. રણબીર હાલમાં અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ની શૂટિંગ કરી રહ્યાં છે. આ પછી રણબીર કપૂર પાસે યશરાજ ફિલ્મ્સ ‘શમશેરા’ છે.
આવુ પહેલી વાર બનશે કે કોઈ ફિલ્મમાં રણવીર સિંહ અને કરીના કપૂર ખાન એક સાથે કામ કરશે. આ ઉપરાંત, અનિલ કપૂર અને જહાનવી કપૂર, જેઓ સંબંધી છે, એક ફિલ્મમાં પ્રથમ વખત મળીને કામ કરશે. એટલું જ નહીં, કરણ જોહરે પ્રથમ વખત એક ડ્રામા ફિલ્મનું નિર્દેશન કરશે. કરણ મોટે ભાગે રોમેન્ટિક અથવા કૌટુંબિક ફિલ્મોને અત્યાર સુધી દિગ્દર્શન કરતા આવ્યા છે.
તખ્ત એ જહનાવી કપૂર, રણવીર સિંહ, અનિલ કપૂર અને ભૂમિ પેડેનેકરને સાથે કામ કરવા માટે પહેલી ફિલ્મ બની રહેશે. આ બધી વસ્તુઓ ઉપરાંત, તખ્તમાં ઘણી બધી વસ્તુઓ છે જે બીજી વાર હશે. જેમ કે રણવીરની બીજી ફિલ્મ છે કે તેઓ ધર્માં પ્રોડક્શન્સ સાથે કરી રહ્યા છે. જહાનવીની ધર્મા પ્રોડક્શન્સ સાથે બીજી ફિલ્મ હશે. ‘ધડક’ તેઓની પ્રથમ ફિલ્મ હતી જે બૉક્સ ઑફિસ પર હીટ રહી છે.