Not Set/ પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીની હાલત નાજુક : રખાયા વેન્ટિલેટર પર

પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીની તબિયત નાજુક છે. હાલ ચેટર્જીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. કિડનીની બીમારીથી પીડિત સોમનાથ ચેટર્જીને 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ એમની હાલત ગંભીર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પહેલા 28 જૂને તબિયત ખરાબ થવાના કારણે કોલકાતાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં એમને ડિસ્ચાર્જ કરી […]

Top Stories India
IndiaTvcf8850 somnath chatterjee પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીની હાલત નાજુક : રખાયા વેન્ટિલેટર પર

પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીની તબિયત નાજુક છે. હાલ ચેટર્જીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. કિડનીની બીમારીથી પીડિત સોમનાથ ચેટર્જીને 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ એમની હાલત ગંભીર છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પહેલા 28 જૂને તબિયત ખરાબ થવાના કારણે કોલકાતાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં એમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. તબિયતમાં સુધાર નહિ થવા પર 10 ઓગસ્ટે એમને બીજીવાર હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે, જ્યાં એમની હાલત નાજુક બની ગઈ છે. હાલ ડોક્ટર ટીમની દેખરેખમાં એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જી મશહૂર વકીલ નિર્મલ ચંદ્ર ચેટર્જીના પુત્ર છે. નિર્મલ ચંદ્ર અખિલ ભારતીય હિન્દૂ મહાસભાના સંસ્થાપક પણ હતા. સોમનાથ ચેટર્જીએ સીપીએમ સાથે રાજનીતિક કરિયરની શરૂઆત 1968માં કરી હતી અને 2008 સુધી આ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા. 1971માં તેઓ પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. અને ત્યારબાદ રાજનીતિમાં ક્યારે પણ પાછળ વળીને જોયું નહતું. ચેટર્જી 10 વાર લોકસભાના સદસ્ય રૂપે ચૂંટવામાં આવ્યા હતા.

somnath 2018081210582065 650x e1534058747422 પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીની હાલત નાજુક : રખાયા વેન્ટિલેટર પર

વર્ષ 2008માં ભારત-અમેરિકા પરમાણુ સમજૂતી બિલના વિરોધમાં સીપીએમએ તત્કાલીન યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. ત્યારે સોમનાથ ચેટર્જી લોકસભાના અધ્યક્ષ હતા. પાર્ટીએ એમને સ્પીકર પદ છોડવા માટે કહ્યું પરંતુ તેઓ માન્યા નહતા. ત્યારબાદ સીપીએમ એ એમને પાર્ટીમાંથી કાઢી નાખ્યા હતા.

રાજનીતિક કરિયરમાં એક પછી એક જીત હાસિલ કરવાવાળા સોમનાથ ચેટર્જી એમની જિંદગીમાં એક ચૂંટણી પશ્ચિમ બંગલા હાલના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે હારી ગયા હતા. 1984માં જાદવપુર સીટ પર થયેલી લોકસભા ચૂંટણીમાં મમતા બેનર્જીએ ત્યારે સીપીએમ ના આ કદ્દાવર નેતાને હરાવ્યા હતા.