World New : ઈરાન દ્વારા ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલ હૂમલા બાદ બન્ને દેશો વચ્ચે જંગ છેડાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કહેવાય છે કે ઈઝરાયલ પોતાના ખતરનાક બોમ્બવર્ષક વિમાનોનો ઉપયોગ ઈરાન વિરૃધ્ધ કાર્યવાહીમાં કરી શકે છે. સાથે જ ઈઝરાયલે પોતાની એરો ડિફેન્સ સિસ્ટમને પણ લોન્ચ કરી દીધી છે જે કોઈપણ હુમલાને સરળતાથી નાકામ કરી શકે છે.
ગયા શનિવારે રાત્રે ઈરાને સોંકડો ડ્રોન, મિસાઈલ, ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલોથી ઈઝરાયલ પર હૂમલો કર્યો હતો. ત્યારથી ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ ઈરાનને વળતો જવાબ આપવા સતત બેઠકો કરી રહ્યા છે. ઈઝરાયલ કોઈપણ સમયે જવાબી હૂમલો કરે તેવી શક્યતા છે.
સ્ટેફર્ડ મિડીયાના એક અહેવાલ મુજબ ઈઝરાયલી એરફોર્સ પોતાના ખતરનાક જંગી જહાજો F-13 નો ઈરાનના પરમાણુ ચેકાણા પર હૂમલો કરવા જ તૈયાર કરી રહ્યું છે. જેને F-35 આદિર સ્ટિલ્થ ફાઈટર્સથી વધુ ઉન્નત બનાવી રહ્યું છે. 2016થી ઈઝરાયલે આ લ્માર્ટ વિમાનોને પોતાના જંગી જહાજોના કાફલામાં સામેલ કર્યા છે. આમ ઈઝરાયલે પહેલેથી તૈયારી કરી લીધી છે. ગયા વર્ષે માર્ચમાં ગ્રીસ, ફ્રાંસ, સાઈપ્રસ, ઈટાલી અને અમેરિકા સાથે સંયુક્ત યુધ્ધ અભ્યાસમાં હિસ્સો પણ લીધો હતો.
F-35 જંગી જહાજોમાં સ્પેશિયલ ટેન્ક લાગેલા હોય છે. જેમાં વધુ માત્રામાં ઈંધણ ભરી શકાય છે. જેથી આ વિમાન રોકાયા વિના દૂર સુધી જઈ શકે છે. તેમાં હવામાં ઈંધણ ભરવાની ક્ષણતા પણ હોય છે. તેમાં 1000 કિલોગ્રામની યુધ્ધ સામગ્રી જેમકે બોમ્બ, હથિયાર વગેરે લઈ જઈ શકે છે. આ વિમાનોની સૌથી મોટી ખાસિયત તેમાં લાગેલા સુપર પેનેટ્રેશન બોમ્બ છે. જે તેને અતિશય ખતરનાક બનાવે છે.
આ વિમાનો ઈરાનના માનવ રહિત ડ્રોનનો શોધી કાઢવામાં સક્ષમ હોય છે. ઈરાનના હૂમલાનો ખતરો જોઈને F-35 વિમાનોને એવી રીતે બનાવાયા છે જે જમીન પર પોતાની આર્મીના ડેપ્થ કમાન્ડથી દુશ્મન બાબતે ઈન્પુટ લેશે અને વિમાનનો પાયલટ પલકવારમાં ઈરાનના ઠેકાણાને તબાહ કરી દેશે.
ઈઝરાયલ પાસે એક એવી ડિપેસ સિસ્ટમ પણ છે જે દુશ્મનના કોઈપણ હૂમલાને નિષ્ફળ કરવા માટે સક્ષમ છે. આ સિસ્ટમ એક પ્રકારનો ચક્રવ્યૂહ છે. જેને ભેદી શકવું ખૂબ મુશ્કેલ છે.
તે સિવાય ઈઝરાયલની ઐરો-3 સિસ્ટમ દુશ્મનના કોઈપણ બેલેસ્ટિક મિસાઈલને તબાહ કરી શકે છે. તે જ રીતે ઐરો-2 મિસાઈલ સિસ્ટમ પણ લોંગ રેન્જ સિસ્ટમ છે. જેમાં ઈન્ટરસેપ્ટર મિસાઈલ લાગેલી હોય છે. જે નિશાના પર પહોંચતા પહેલા જ ધરતીના વાતાવરણથી ઉપર દુશ્મનના કોઈપણ હૂમલાને ધ્વંસ્ત કરી દે છે.
આ પણ વાંચો:જો તમારી ફ્લાઇટમાં વિલંબ થાય છે તો ચિંતા કરશો નહીં, તમને ફ્રી લાઉન્જ અને અન્ય સુવિધાઓ મળશે
આ પણ વાંચો:X યુઝર્સને લાઈક અને કોમેન્ટ માટે આપવા પડશે પૈસા? એલોન મસ્કે જણાવ્યું આ કારણ
આ પણ વાંચો:ભારત મુલાકાત પહેલા જ એલોન મસ્કની દિગ્ગજ કંપની TaTa સાથે થયો મોટો કરાર