Not Set/ જામિયા લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસની દંબગાઈનો વીડિયો વાયરલ

દિલ્હીનાં જામિયા મિલિયા યુનિવર્સિટીમાં બે મહિના પહેલા પોલીસે જે ‘તોડફોડ’ કરી રહી હતી તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જામિયા કોઓર્ડિનેશન કમિટી દ્વારા જારી કરવામાં આવ્યું છે, જેમાં સુરક્ષા દળ પુસ્તકાલયમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ ઉપર ડંડાનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ઘણા પોલીસકર્મી લાયબ્રેરીમાં પ્રવેશ કરે છે અને […]

Top Stories India
Jamia Violence જામિયા લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસની દંબગાઈનો વીડિયો વાયરલ

દિલ્હીનાં જામિયા મિલિયા યુનિવર્સિટીમાં બે મહિના પહેલા પોલીસે જે ‘તોડફોડ’ કરી રહી હતી તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જામિયા કોઓર્ડિનેશન કમિટી દ્વારા જારી કરવામાં આવ્યું છે, જેમાં સુરક્ષા દળ પુસ્તકાલયમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ ઉપર ડંડાનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ઘણા પોલીસકર્મી લાયબ્રેરીમાં પ્રવેશ કરે છે અને વિદ્યાર્થીઓને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કરે છે. વિદ્યાર્થીઓનાં હાથમાં પુસ્તકો પણ દેખાય છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે જામિયા વિદ્યાર્થીઓ નાગરિકતા અધિનિયમ અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા હતા અને તે દિવસે હિંસા થઈ હતી.

જામિયા કોઓર્ડિનેશન કમિટીએ આ વીડિયો પર કહ્યું છે કે સીસીટીવી ફૂટેજમાં બતાવાયુ છે કે પોલીસ દળ રાજ્ય પ્રાયોજિત હિંસા કરી રહી છે. જામિયાનાં વિદ્યાર્થીઓ રીડિંગ હોલમાં તેમની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની ઉપર દંબગાઈ કરી હતી. આ વીડિયો પર દિલ્હી પોલીસે કહ્યું છે કે આ વીડિયોમાં કેટલાક માસ્ક પહેરેલા લોકો પણ જોવા મળી રહ્યા છે. જામિયા કોર્ડિનેશન કમિટી આ વીડિયોને શનિવારથી જ વાયરલ કરી રહી છે. પોલીસ એમ પણ કહે છે કે ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપી દેવામાં આવી હતી. આ તમામ વીડિયોની તપાસ કરવામાં આવશે.

https://twitter.com/Jamia_JCC/status/1228772837583753216?s=20

જામિયા વહીવટીતંત્ર દ્વારા 15 ડિસેમ્બરની ઘટના અંગે એક આંતરિક અહેવાલ પણ તૈયાર કરવામાં આવ્યો હતો, જેના પછી એવું કહેવામાં આવતું હતું કે આ પરિસરમાં દિલ્હી પોલીસ અનાધિકૃત પ્રવેશ કર્યો હતો, જેની ન્યાયિક તપાસ કરવામાં આવે. જ્યારે દિલ્હી પોલીસ કેમ્પસમાં પ્રવેશ કર્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ રૂમની અંદર શાંતિથી અભ્યાસ કરી રહ્યા હતા. પોલીસે તેમના પર બળનો ઉપયોગ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.