સુરત : ભાજપના ભરતીમેળામાં દિગ્ગજો સામેલ થઈ રહ્યા છે. પરંતુ દિગ્ગજ અતિથિઓના આગમનથી ભાજપમાં આંતરકલહ વધ્યો છે. હાલમાં અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં જોડાતા ધારાસભ્ય કિશોર કાનાણીએ નારાજગી દર્શાવી છે. કુમાર કાનાણી સભા અને પ્રચારથી અળગા રહેતા વિખવાદ સામે આવ્યો. આ મામલે કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે મારા સિદ્ધાંતના વિરુદ્ધ કેટલીક બાબતો થઈ રહી છે અને હું મારા સિદ્ધાંત નહિ છોડું.
સુરત શહેરના વરાછાનાં માનગઢ ચોકમાં એક સભા યોજાઈ હતી. શનિવારે રાત્રે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાનાં ભાજપ જોડાયા હતા. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરતના ધારાસભ્યો અલ્પેશ અને ધાર્મિકના આગમનના ભરતી મેળા માં હાજર રહ્યા હતા. પરંતુ આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ગેરહાજર રહેતા ભાજપનાં કાર્યકરોમાં ચર્ચનો વિષય બન્યા હતા.
નોંધનીય છે કે રાજનીતિમાં ધારાસભ્ય કુમાર કાનાણી એક લડાયક નેતા તરીકેની છાપ છે. અનેક વખત અનેક મુદ્દાઓ પર તેમણે પોતાના જ શાસિત પક્ષ ભાજપની કામગીરીની આલોચના કરી છે. ગંદકી મામલે તેમજ ટ્રાફિક મામલે તેમણે લખેલ પત્રો લેટર બોમ્બ તરીકે અખબારોનો મુદ્દો બન્યા હતા. તેમનું કહેવું છે કે તેઓ પ્રજાના સેવક છે અને તેમની સમસ્યાને તેઓ વાચા આપે છે. આથી અનેક વખત વહીવટીતંત્ર સામે બાયો ચઢાવતા અધિકારીઓથી લઈને તંત્રને પણ આડેહાથ લીધું છે. પ્રજાનો પ્રશ્નો માટે તેઓ તંત્ર સાથે પણ લડતા હોય છે અને અધિકારીઓ પાસેથી નક્કર જવાબ માંગતા હોય છે. જો તેમની રજૂઆત કોઈના સાંભળે તો છેવટે સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે પોસ્ટ કરતા અચકાતા નથી. હાલમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. આગામી 7 મેના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે. જો કે આ વર્ષે ભાજપના ભરતીમેળામાં મોટી સંખ્યામાં કાર્યકરોથી લઈને નેતાઓ સામેલ થઈ રહ્યા છે. ત્યારે પક્ષપલટુઓને ઘી કેળા અને વફાદારને લાકડી વીંઝાતા જેવા બાબતો જોતા પોતાના પક્ષની નીતિથી નારાજ કુમાર કાનાણીએ ભરતીમેળાને લઈને નારાજગી દર્શાવી છે.
આ પણ વાંચો:વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ દુબઈમાં બનશે! 400 એરક્રાફ્ટની સુવિધા
આ પણ વાંચો:60 વર્ષની આ મહિલાએ રચ્યો ઇતિહાસ, મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો
આ પણ વાંચો:પાકિસ્તાન ભારતમાં થઈ રહેલી લોકસભાની ચૂંટણીને લઈને ચિંતિત