Beauty Queen/ 60 વર્ષની આ મહિલાએ રચ્યો ઇતિહાસ, મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો

60 વર્ષની મહિલાએ ઇતિહાસ રચ્યો છે. આપણે લોકોના મોઢે તો સાંભળ્યુ જ હશે કે પોતાના સપના પુરા કરવાની કોઇ ઉમર નથી હોતી તે આજે સાચુ સાબિત થયુ છે. 60 વર્ષની મહિલાએ મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો છે.

World Trending
Cricket Tutorials YouTube Thumbnail 70 60 વર્ષની આ મહિલાએ રચ્યો ઇતિહાસ, મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો

60 વર્ષની મહિલાએ ઇતિહાસ રચ્યો છે. આપણે લોકોના મોઢે તો સાંભળ્યુ જ હશે કે પોતાના સપના પુરા કરવાની કોઇ ઉમર નથી હોતી તે આજે સાચુ સાબિત થયુ છે. 60 વર્ષની મહિલાએ મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો છે. આ ઉમરમાં તેમણે 2024 નો તાજ પહેરીને ઇતિહાસ રચી દીધો છે. આટલુ જ નહી તે આગળ પણ વધુ પ્રગતિ કરવા માંગે છે.

આપને જણાવી દઇએ કે આર્જેટીનાની રાજધાની બ્યુનસ આયર્સમાં રહેનારી વકીલ,પત્રકાર એલેજાંદ્રા મારિસા રોડ્રિગ્ઝનીએ દુનિયાને બતાવી દીધુ છે કે સુંદર દેખાવાની કોઇ ઉમર હોતી નથી. તેણે 34 સુંદર મહિલાઓને પાછળ છોડીને આ તાજ તેના નામે કરીને દુનિયાને ખૂબ મોટો સંદેશો આપ્યો છે. હવે તે આર્જેટીના માટે મિસ યૂનિવર્સમાં ભાગ લેશે. જો આમાં તેને સફળતા મળે તો તે મિસ યૂનિવર્સ 2024માં દુનિયા સામે આર્જેટીનું પ્રતિનિધિત્વ કરશે.

Cricket Tutorials YouTube Thumbnail 72 60 વર્ષની આ મહિલાએ રચ્યો ઇતિહાસ, મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો

ગયા વર્ષે જ મિસ યૂનિવર્સ બ્યુટી કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે વય મર્યાદા હટાવી દેવામાં આવી છે. એ પહેલા મિસ યૂનિવર્સના ઉમેદવારની ઉમર18 થી 27 વર્ષની વચ્ચે રાખવામાં આવી હતી. આ નિર્ણયનો ફાયદો એલેજાંદ્રાને મળ્યો છે. તેણે મહિલાઓને મોટીવેટ કરતા કહ્યુ કે ‘ હું બધી મહિલાઓને કહેવા માંગુ છુ કે સુંદરતાની કોઇ ઉમર હોતી નથી. આપણી હિમંતથી આપણે બધી સમસ્યાનું નિરાકરણ લાવી શકીયે છે.

Cricket Tutorials YouTube Thumbnail 71 60 વર્ષની આ મહિલાએ રચ્યો ઇતિહાસ, મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો

રોડ્રિગ્ઝ હવે 25 મેના રોજ યૂનિવર્સ આર્જેંટીના પ્રતિયોગિતામાં ભાગ લેશે. તેમની સ્પર્ધા 18 થી 40 વર્ષની સુંદર મહિલાઓે સામે થશે. તેણે તેની જીત માટે કહ્યુ કે ‘ કદાચ મારી સફળતા પાછળનું કારણ મારું સિંગલ હોવું છે. હું બતાવવા માંગુ છું કે મહિલા સશક્તિકરણની કોઈ સીમા નથી હોતી, મને લાગે છે કે ન્યાયાધીશોએ મારા આત્મવિશ્વાસ અને જુસ્સા પર વધુ ધ્યાન આપ્યું હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વીજ કરંટ લાગ્યા બાદ તળાવમાં ડૂબી જવાથી 3 યુવકોના મોત, આ સાંભળીને મહિલાને પણ આવ્યો હાર્ટ એટેક

આ પણ વાંચો:શું સરકાર આપણી સંપત્તિને વહેંચી શકે છે? સંપત્તિ વિભાજન પર સુપ્રિમ કોર્ટે શું કહ્યું

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનના કારણે મકાનોમાં પડી તિરાડો, માર્ગ સંપર્ક વિહોણા

આ પણ વાંચો:ધનૌરામાં લગ્નની જાન દુલ્હન વગર પરત ફરી, દુલ્હને વરરાજાને કર્યો Reject