ગુજરાત પ્રવાસ/ PM મોદીએ પશુપાલનને લઈ મહિલાઓ સાથે કર્યો સંવાદ, કહ્યું- હું મારા મનની ભાવનાઓ…

બનાસકાંઠામાં વડાપ્રધાને બનાસ ડેરીના નવા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ તેમણે ડેરીના 4 અલગ અલગ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું હતું.

Trending Videos
પીએ મોદીએ

પીએમ નરેન્દ્ર મોદી આજે મંગળવારે બનાસકાંઠાના પ્રવાસે  છે. અહીં પીએમ મોદીએ સણાદર બનાસ ડેરીના નવનિયુક્ત સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વેળાએ એક પશુપાલક મહિલાએ લાડીલા પીએમ મોદીના ઓવારણા લીધા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. પીએમ વીરાનાં બનાસકાંઠાની બહેનોએ ઓવારણાં લેતા પીએમનરેન્દ્ર મોદી એક સમયે ભાવુક થઈ ગયા હતા. બહેનોએ પોતાના વીરાનાં ઓવારણાં લઈને આશીર્વાદ આપ્યા હતા.

મહત્વનું છે કે, બનાસકાંઠામાં પીએમ મોદીને બનાસ ડેરીના નવા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ તેમણે ડેરીના 4 અલગ અલગ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને બનાસ ડેરીના પ્લાન્ટ, ગોબર ગેસ પ્લાન્ટ, બાયો સીએનજી સ્ટેશન અને પશુપાલકો માટે સેટ કરાયેલા રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પીએ મોદીએ તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, મારા જીવનમાં પહેલીવાર એવું બન્યું છે કે એક સાથે દોઢથી બે લાખ માતાઓ અને બહેનોએ આજે અમને સૌને આર્શીવાદ આપી રહ્યાં છે. જ્યારે મહિલાઓ ઓવારણાં લેતી હતી. ત્યારે હું મારા મનની ભાવનાઓને રોકી ના શક્યો. આપના આર્શીવાદ મા જગદંબાની ભૂમિની માતાઓના આર્શીવાદ મારા માટે અનમોલ આર્શીવાદ છે. અનમોલ શક્તિનું કેન્દ્ર છે. અનમોલ ઉર્જાનું કેન્દ્ર છે. હું બનાસની સૌ માતા અને બહેનોને શ્રધ્ધાપૂર્વક નમન કરું છું.

આ પણ વાંચો:ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોરોનાનો પ્રકોપ, વધુ સાત દર્દીઓના મોત

મંતવ્ય