Atif Aslam became a father: સિંગર આતિફ અસ્લમની ખુશીનો આ સમયે કોઈ પાર નથી. તેનું કારણ એ છે કે આતિફના ઘકે એક નાનકડી પરીનો જન્મ થયો છે. સિંગર પિતા બન્યો છે. પતિ સારા અસ્લમે એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે. સિંગરે પોતે જ તેના તમામ ચાહકોને આ ખુશખબર આપી છે. જણાવી દઈએ કે આતિફ ત્રીજી વખત પિતા બન્યો છે.
સારાએ 23 માર્ચે દીકરીને જન્મ આપ્યો હતો. પિતા બનવાના ખુશખબર આપતા આતિફે દીકરીના ફોટોની પહેલી ઝલક પણ બતાવી છે. આ સાથે તેણે પોતાની પ્રિયતમાનું નામ પણ જાહેર કર્યું છે. આતિફ અસ્લમે તેની બાળકીને તેના હૃદયની રાણી તરીકે વર્ણવતા એક સુંદર લાગણીશીલ પોસ્ટ લખી છે. ફોટોમાં આતિફની દીકરી ગરમ કપડામાં લપેટાયેલી જોવા મળી રહી છે. તેણે તેની સાથે કેપ્શનમાં લખ્યું, ‘આખરે રાહ પૂરી થઈ.’
View this post on Instagram
આતિફે આગળ લખ્યું કે, ‘મારા દિલની નવી રાણી આવી ગઈ છે, બેબી અને સારા બંને અલહમદુલિલ્લાહ ઠીક છે. અમને તમારી દૂઆઓમાં યાદ રાખો. હલીમા આતિફ અસલમ તરફથી રમઝાન મુબારક.
હવે આતિફની આ પોસ્ટ વાયરલ થવા લાગી છે. યુઝર્સે તેને પિતા બનવાની શુભેચ્છા આપતા ઘણી કોમેન્ટ કરી છે. તો માત્ર થોડા કલાકોમાં આતિફની બાળકીના ફોટા પર 7 લાખથી વધુ લાઇક્સ આવી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, આતિફ અસ્લમ અને સારા ભરવાનીએ 29 માર્ચ 2013ના રોજ પાકિસ્તાનના લાહોરમાં લગ્ન કર્યા હતા. અવારનવાર તે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પત્ની સાથેના ફોટા શેર કરતો રહે છે. જણાવી દઈએ કે આતિફ અને સારાના પહેલાથી જ 2 પુત્રો છે – અબ્દુલ અહદ અને આર્યન અસ્લમ. હવે દીકરીના આગમનથી ઘરમાં ખુશીનો માહોલ છે.
આ પણ વાંચો: Banking Crisis/ બેન્કિંગ કટોકટી ન ઉકેલાઈ તો અમેરિકાની 110 બેન્કનો ધબડકો થઈ શકે
આ પણ વાંચો: Rahul Gandhi/ રાહુલ ગાંધીએ 10 વર્ષ પહેલા જે કાગળ ફાડ્યું તે આજે તેમના માટે વરદાન સાબિત હોતઃ વકીલ
આ પણ વાંચો: Cricket/ રોહિત શર્માનું IPLમાં ખેલાડીઓની ઈજાને લઈને ચોંકાવનારું નિવેદન
આ પણ વાંચો: PM Modi/ PM મોદીની ઓછી ઊંઘ પર કેજરીવાલે કહ્યું – તેઓ બીમાર છે ડોક્ટરને બતાવો
