Not Set/ ટી-૨૦ ટીમમાં ધોનીની કરાયેલી બાદબાકી અંગે કેપ્ટન કોહલીએ કર્યો સૌથી મોટો ખુલાસો

નવી દિલ્હી, BCCI દ્વારા વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટી-૨૦ સિરીઝ માટેની ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની બાદબાકી કરવામાં આવી છે. ત્યારબાદ હવે ધોનીના કેરિયરને અનેક સવાલો ઉભા થયા છે. આ વચ્ચે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની શ્રેણી સમાપ્ત થયા બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીની બાદબાકી કરાયા […]

Trending Sports
739069 virat kohli reuters face ટી-૨૦ ટીમમાં ધોનીની કરાયેલી બાદબાકી અંગે કેપ્ટન કોહલીએ કર્યો સૌથી મોટો ખુલાસો

નવી દિલ્હી,

BCCI દ્વારા વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટી-૨૦ સિરીઝ માટેની ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની બાદબાકી કરવામાં આવી છે. ત્યારબાદ હવે ધોનીના કેરિયરને અનેક સવાલો ઉભા થયા છે.

આ વચ્ચે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની શ્રેણી સમાપ્ત થયા બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીની બાદબાકી કરાયા અંગે એક ખુલાસો કર્યો છે.

KOHLI DHONI KESAVAN ટી-૨૦ ટીમમાં ધોનીની કરાયેલી બાદબાકી અંગે કેપ્ટન કોહલીએ કર્યો સૌથી મોટો ખુલાસો

વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, “એમ એસ ધોની વન-ડે ટીમનો મહત્વનો ભાગ બની રહેશે, પરંતુ આ અનુભવી વિકેટકીપર બેટ્સમેન દ્વારા યુવાન ખેલાડી વૃષભ પંતની જગ્યા માટે આગામી ટી-૨૦ શ્રેણીમાં નહિ રમવાનો નિર્ણય કર્યો છે”.

વેસ્ટ ઇન્ડીઝ સામેની અંતિમ મેચ જીત્યા બાદ કોહલીએ જણાવ્યું હતું કે, “હું આ અંગે ખોટો નથી તો, મને લાગે છે કે, સિલેકશન કમિટી આ પહેલા જ પોતાની સ્પષ્ટતા કરી ચુક્યા છે”.

749723 dhoni kohli pti ટી-૨૦ ટીમમાં ધોનીની કરાયેલી બાદબાકી અંગે કેપ્ટન કોહલીએ કર્યો સૌથી મોટો ખુલાસો
sports-virat-kohli-speaks-ms-dhonis-exclusion-t20i-against-windies-and-australia

કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે, “હું આ વાતચીતનો ભાગ નથી, જેથી સિલેક્ટરોએ જે બતાવ્યું છે તે જ થયું છે. મને લાગે છે કે, લોકો આ મુદ્દે વધુ જ વિચાર કરી રહી છે, પરંતુ એવું કઈ છે જ નહિ. હું આસ્વત કરું ચુ કે, તેઓ હાલમાં પણ ટીમનો એક ભાગ છે  અને મને લાગે છે કે, ટી-૨૦ ફોર્મેટમાં પંત જેવા ખેલાડીને મૌકો આપવો જોઈએ”.

મહત્વનું છે કે, એમ એસ ધોની છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે, ત્યારે BCCI દ્વારા વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટી-૨૦ સિરીઝ માટેની ભારતીય ટીમ પૂર્વ કેપ્ટન બાદબાકી કરવામાં આવી હતી.

ધોનીના આ વર્ષના પ્રદર્શનની વાત કરવામાં આવે તો, ૨૦૧૮માં અત્યારસુધીમાં રમેલી ૧૮ વન-ડે મેચની ૧૨ ઇનિંગ્સમાં ૨૫૨ રન બનાવ્યા છે, તેઓનું એવરેજ માત્ર ૨૫.૨૦નું રહ્યું છે. આ દરમિયાન ધોનીનો સર્વોચ્ચ સ્કોર ૪૨ રન અણનમ રહ્યો છે.