Not Set/ અમદાવાદ: ભૂમાફિયાઓનો વધતો જતો ત્રાસ, ન્યાય માટે પોલીસ કમિશ્નર સામે કરાઈ રજૂઆત

દિવસેને દિવસે ભૂમાફિયાઓનો ત્રાસ વધી રહ્યો છે. આવી જ એક ઘટના અમદાવાદના મેધાણીનગરમાં પ્રકાશમાં આવી છે. વિરમભાઈ દેસાઈ નામના વ્યક્તિએ ભૂમાફિયાઓના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલ તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે વિરમભાઈ વર્ષોથી જે જગ્યા પર ભોગવટો કરે છે તે જમીન […]

Ahmedabad Top Stories Trending
29906170001 5384660154001 5384653133001 vs 5 અમદાવાદ: ભૂમાફિયાઓનો વધતો જતો ત્રાસ, ન્યાય માટે પોલીસ કમિશ્નર સામે કરાઈ રજૂઆત

દિવસેને દિવસે ભૂમાફિયાઓનો ત્રાસ વધી રહ્યો છે. આવી જ એક ઘટના અમદાવાદના મેધાણીનગરમાં પ્રકાશમાં આવી છે. વિરમભાઈ દેસાઈ નામના વ્યક્તિએ ભૂમાફિયાઓના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

હાલ તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે વિરમભાઈ વર્ષોથી જે જગ્યા પર ભોગવટો કરે છે તે જમીન તેમને ખાલી કરવા ભૂમાફિયાઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.

મહત્વનું છે કે આ પીડિત પરિવારની મદદે ગોપાલક રચાનાત્મક સમિતિના સભ્યો આવ્યા હતા અને પૂર્વ સાંસદ સભ્ય સાગર રાયકાએ પણ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનિય છે કે આ ઘટનામાં મેધાણીનગરના પી.આઈ તેમજ મેધાણીનગર પોલીસ સ્ટાફ દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હોય તેવા આક્ષેપો પણ સામે આવ્યા હતા.

હાલ પીડિતની પત્નિ સાથે સમાજના આગેવાનો દ્વારા જિલ્લાના પોલીસ કમિશ્નરની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી….