Not Set/ ૧૯ મહિનાના નીચલા સ્તર પર રૂપિયો, ડોલરના મુકાબલામાં ૩૦ પૈસા ઘટીને ૬૮.૫૪ પર પહોચ્યો ભારતીય રૂ.

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી રૂપિયાના સ્તરમાં રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બુધવારે ભારતીય રૂપિયો ઘટીને છેલ્લા ૧૯ મહિનાના તળિયે પહોચ્યો છે. ચાલુ સપ્તાહના ત્રીજા દિવસે રૂપિયામાં ૩૦ પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ એક ડોલરનો ભાવ ૬૮.૫૪ રૂપિયા થઇ ગયો છે. બીજી બાજુ નવેમ્બર, ૨૦૧૬ બાદ આ પહેલીવાર છે, જયારે […]

Trending Business
612465 608857 rupee 031517 ૧૯ મહિનાના નીચલા સ્તર પર રૂપિયો, ડોલરના મુકાબલામાં ૩૦ પૈસા ઘટીને ૬૮.૫૪ પર પહોચ્યો ભારતીય રૂ.

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી રૂપિયાના સ્તરમાં રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બુધવારે ભારતીય રૂપિયો ઘટીને છેલ્લા ૧૯ મહિનાના તળિયે પહોચ્યો છે. ચાલુ સપ્તાહના ત્રીજા દિવસે રૂપિયામાં ૩૦ પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ એક ડોલરનો ભાવ ૬૮.૫૪ રૂપિયા થઇ ગયો છે.

બીજી બાજુ નવેમ્બર, ૨૦૧૬ બાદ આ પહેલીવાર છે, જયારે રૂપિયો ડોલરના મુકાબલામાં તળિયે પહોચ્યો છે. આ પહેલા બુધવાર સવારે રૂપિયામાં ૧૯ પૈસાના ઘટાડા થયો હતો અને ૬૮.૪૩ રૂપિયા પ્રતિ ડોલરના સ્તર પર ખુલ્યો હતો. મંગળવારે ભારતીય રૂપિયો ડોલરના મુકાબલામાં ૧૧ પૈસા તૂટીને બંધ થયો હતો અને ૬૮.૨૪ના સ્તર પર રહ્યો હતો.

માનવામાં આવી રહ્યું છે કે, ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તનાવના કારણે વિદેશી મુદ્રાના બજારમાં રોકાણકારોનું સેન્ટીમેન્ટ કમજોર થયું છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચીની સામાન પ્રત્યે સખ્ત પગલું અપનાવ્યું છે અને આ સમાન પર ભારે ડ્યુટી લાગુ કરાઈ છે. ત્યારબાદ આશંકા જતાવવામાં આવી રહ્યું છે કે, ચીન પણ અમેરિકાને જવાબ આપવા માટે તેઓના સામાન પર હેવી ડ્યુટી લગાવીને આપી શકે છે. ચીન અને અમેરિકાની આ સ્થિતિ જોતા બને દેશો વચ્ચે ટ્રેડ વોરનું સંકટ ઉભું થયું છે.