Not Set/ Gold માં તેજી અટકી, ચાંદી ૪૦ હજાર રૂપિયાને પાર પહોંચ્યું

દિલ્હી: દિલ્હી સરાફ બજારમાં સોના (Gold) નાં ભાવમાં તેજીનું વલણ હતું તે શુક્રવારે અટકી ગયું છે. શુક્રવારે સોનાનો ભાવ 145 રૂપિયા ઘટીને 32,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. અખિલ ભારતીય સરાફ સંઘના જણાવ્યા મુજબ રૂપિયાની તુલનામાં અમેરિકન ડોલર નબળો પડવાથી સોનાનાં ભાવમાં ઘટાડો થયો છે. જો કે, ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની […]

Top Stories India Trending Business
Gold boom stops, Silver crosses 40 thousand rupees

દિલ્હી: દિલ્હી સરાફ બજારમાં સોના (Gold) નાં ભાવમાં તેજીનું વલણ હતું તે શુક્રવારે અટકી ગયું છે. શુક્રવારે સોનાનો ભાવ 145 રૂપિયા ઘટીને 32,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો.

અખિલ ભારતીય સરાફ સંઘના જણાવ્યા મુજબ રૂપિયાની તુલનામાં અમેરિકન ડોલર નબળો પડવાથી સોનાનાં ભાવમાં ઘટાડો થયો છે.

જો કે, ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની માંગણી યથાવત રહેવાના કારણે ચાંદીના ભાવમાં તેજીનું વલણ યથાવત જોવા મળ્યું હતું. જેના લીધે ચાંદીનો ભાવ 440 રૂપિયા વધીને 40,140 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પહોંચી ગયો હતો.

સરાફી કારોબારીઓના જણાવ્યા મુજબ રૂપિયાની તુલનામાં ડોલર નબળો પડ્યો હોવાથી સ્થાનિક ઝવેરીઓની માંગ ઉપર અસર પડી છે. જેના કારણે સોના (Gold) નાં ભાવ ઉપર દબાવ બની રહ્યો હતો.

છેલ્લા ત્રણ દિવસમાં સોનાનો ભાવ 565 રૂપિયા સુધી વધી ગયો હતો.

દિલ્હીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા વાળા સોનાનો ભાવ 145 – 145 રૂપિયા ઘટીને ક્રમશ: 32,690 રૂપિયા અને 32,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.

સોનાની આઠ ગ્રામ વજનની ગિનીનો ભાવ 25,200 રૂપિયા પ્રતિ યુનિટ પર સ્થિર રહ્યો હતો.

વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1,293.61 ડોલર અને ચાંદીનો ભાવ 15.75 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યો હતો.

સ્થાનિક સ્તર પર ચાંદી ઉપલબ્ધ 440 રૂપિયા વધીને 40,140 રૂપિયા અને સાપ્તાહિક ડિલીવરી વાળી ચાંદીનો ભાવ 71 રૂપિયાના વધારા સાથે 39,436 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો હતો.

ચાંદીના સિક્કાના પ્રતિ સૈકડા લેવાલીનો ભાવ 76,000 રૂપિયા અને વેચવાલીનો ભાવ 77,000 રૂપિયા પર જ યથાવત રહ્યો હતો.

આમ શુક્રવારે સરાફ બજારમાં સોના (Gold)નાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જયારે ચાંદીના ભાવમાં તેજી યથાવત રહેલી જોવા મળી હતી.