Not Set/ સેનાનાં જવાનોનાં રેશન સ્ટોકમાં ઝેર મિલાવવાનો પ્લાન,જમ્મુ કાશ્મીરમાં એલર્ટ કરાયું જાહેર

જમ્મુ-કશ્મીર, જમ્મુ-કશ્મીરમાં આતંકીઓનાં મેલા મનસૂબાનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાન એજન્સી ISIનો ખતરનાક પ્લાન સામે આવ્યો છે. સેનાનાં જવાનોનાં રેશનમાં ઝેર મિલાવટનો પ્લાન કર્યો છે તેવી માહિતી મળી રહી છે. સુરક્ષાબળોનાં રેશનનાં સ્ટોકમાં ઝેર મિલાવવા પ્રયાસ કર્યા. જમ્મુ કાશ્મીરમાં એલર્ટ જાહેર કરાયુ. સેનાનાં જવાનોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યા. પાકિસ્તાને અવારનવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. ત્યારે પાકિસ્તાન […]

Top Stories India
mantavya 23 સેનાનાં જવાનોનાં રેશન સ્ટોકમાં ઝેર મિલાવવાનો પ્લાન,જમ્મુ કાશ્મીરમાં એલર્ટ કરાયું જાહેર

જમ્મુ-કશ્મીર,

જમ્મુ-કશ્મીરમાં આતંકીઓનાં મેલા મનસૂબાનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાન એજન્સી ISIનો ખતરનાક પ્લાન સામે આવ્યો છે. સેનાનાં જવાનોનાં રેશનમાં ઝેર મિલાવટનો પ્લાન કર્યો છે તેવી માહિતી મળી રહી છે.

સુરક્ષાબળોનાં રેશનનાં સ્ટોકમાં ઝેર મિલાવવા પ્રયાસ કર્યા. જમ્મુ કાશ્મીરમાં એલર્ટ જાહેર કરાયુ. સેનાનાં જવાનોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યા. પાકિસ્તાને અવારનવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. ત્યારે પાકિસ્તાન આર્મી અને ISIનાં કાવતરાનો પર્દાફાશ થયો. કાશ્મીરમાં તમામ ફોર્સેજને એલર્ટ કરાયા.

mantavya 22 સેનાનાં જવાનોનાં રેશન સ્ટોકમાં ઝેર મિલાવવાનો પ્લાન,જમ્મુ કાશ્મીરમાં એલર્ટ કરાયું જાહેર

વેબસાઈટ WIONને મળેલા દસ્તાવેજોમાં લખ્યું છે કે પાકિસ્તાની નંબર (પાકિસ્તાનની સૈન્ય ગુપ્ત માહિતી) અને કાશ્મીરમાં આઈએસઆઈ એજન્ટોનું સંચાલન કરી રહેલા  લોકોનો દાવો છે કે આ વિસ્તારમાં તહેનાત સુરક્ષા દળોની ભોજન સામગ્રીના જથ્થામાં ઝેર ભેળવવાની યોજના બનાવવામાં આવી છે.

નોટ મળ્યા બાદથી જ અધિકારીોએ હવે તમામ કેમ્પની ભોજન સામગ્રીના ડેપોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોના સંચાલન માટે સુરક્ષા નિશ્ચિત કરવા કાશ્મીર લઈ જવાતી ભોજન સામગ્રીની તપાસ કરવા માટે પણ કહ્યું છે.