રાજકોટ/ શ્રીમંત પરિવારના બાળકો સામે ક્રિપ્ટો ફ્રોડને લઈને FIR, બાલાજી વેફર્સના પરિજનો પણ સામેલ

રાજકોટના એક શ્રીમંત પરિવારના બાળકો સામે ક્રિપ્ટો ફ્રોડના આરોપોના સંદર્ભમાં બાલાજી વેફર્સના ભૃગેશ વિરાણી સામે ફરિયાદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ક્રિપ્ટોમાં સાઇબર ક્રાઇમે ફરિયાદ…

Top Stories Gujarat Rajkot
HC on Crypto Fraud

HC on Crypto Fraud: રાજકોટના એક શ્રીમંત પરિવારના બાળકો સામે ક્રિપ્ટો ફ્રોડના આરોપોના સંદર્ભમાં બાલાજી વેફર્સના ભૃગેશ વિરાણી સામે ફરિયાદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ક્રિપ્ટોમાં સાઇબર ક્રાઇમે ફરિયાદ ન નોંધતા ગુજરાત હાઈકોર્ટે સમગ્ર મામલાને લઈ તપાસનો આદેશ આપ્યો છે.

નોંધનીય છે કે છ મહિના પહેલા રાજકોટમાં રહેતા કિશન દિલીપભાઈ પૂજારાએ ભૃગ્રેશ વિરાણી, થેકા કાફે, ભાવિન વિચી, GST અધિકારીના પુત્ર મિલન પોરિયા અને તેમના સહયોગીઓ સામે ક્રિપ્ટો કરન્સીની ગેરરીતિ અને વહીવટ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. આ અંગે રાજકોટ ક્રાઈમે તપાસ કરી આરોપીઓ અને ગુનેગારો સામે કાર્યવાહી કરવા અંગે ફરિયાદ કરી હતી, જેમાં સાયબર ક્રાઈમે છ માસ બાદ પણ કોઈ કાર્યવાહી કરી નથી. આથી કિશન પૂજારાએ આ અંગે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી, જે સંદર્ભે હાઈકોર્ટે રાજકોટ સાયબર ક્રાઈમને નોટિસ પાઠવી સાયબર ક્રાઈમ વિભાગને એફઆઈઆર નોંધી યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો: Arvind Kejariwal/CM અરવિંદ કેજરીવાલની સૂચના- અધિકારીઓએ દિલ્હી LGના સીધા આદેશ લેવાનું બંધ કરે

આ પણ વાંચો: Adani-Hindenberg-AuditFirm/અદાણી-હિન્ડનબર્ગ કેસનું રિપોર્ટિંગ રોકવાની વાત સુપ્રીમ કોર્ટે નકારી

આ પણ વાંચો: Municipal Bond Index/NSE એ દેશમાં પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ લોન્ચ કર્યો, હવે ટ્રેડિંગ પહેલા કરતાં વધુ સરળ