Arvind Kejariwal/ CM અરવિંદ કેજરીવાલની સૂચના- અધિકારીઓએ દિલ્હી LGના સીધા આદેશ લેવાનું બંધ કરે

દેશની રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહે છે. આ દરમિયાન CM અરવિંદ કેરજીવાલે LGને લઈને પોતાના અધિકારીઓને…

Top Stories India
LT Governor of Delhi

LT Governor of Delhi: દેશની રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહે છે. આ દરમિયાન CM અરવિંદ કેરજીવાલે LGને લઈને પોતાના અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી સીધા આદેશ લેવાનું બંધ કરવું જોઈએ. આ અંગે તમામ મંત્રીઓએ પોતપોતાના વિભાગોના સચિવોને ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ રૂલ્સ (TBR)નું કડકપણે પાલન કરવા જણાવ્યું હતું. લેફ્ટનન્ટ ગવર્નર તરફથી મળેલા કોઈપણ સીધા આદેશ અંગે સચિવોને પહેલા સંબંધિત મંત્રીને રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવે છે.

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના ભારતના બંધારણ અને SCના ચુકાદાનું ઉલ્લંઘન કરીને ચૂંટાયેલી સરકારને બાયપાસ કરીને સચિવોને સીધા આદેશો જારી કરી રહ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરના આવા ગેરબંધારણીય આદેશોનો સીધો અમલ એ TBR ના નિયમ 57નું ઉલ્લંઘન હશે. જો તેમના દ્વારા આવો કોઈ આદેશ આપવામાં આવ્યો હોય તો તે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને બંધારણનું ઉલ્લંઘન છે. સરકાર બંધારણ અને SCના આદેશોને લાગુ કરવા માટે ગંભીરતાથી કામ કરી રહી છે. CM અરવિંદ કેજરીવાલ અને LG વીકે સક્સેના વચ્ચે ઘણીવાર ટ્વીટ વોર થાય છે. આ પહેલા CM અરવિંદ કેજરીવાલે એક વૃદ્ધ મહિલાની હત્યા સાથે સંબંધિત મીડિયા રિપોર્ટ શેર કર્યો હતો અને કહ્યું હતું કે જ્યારે તમે ગઈકાલે કહ્યું હતું કે તમે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિથી સંતુષ્ટ છો ત્યારે લોકો ખૂબ જ દુઃખી હતા. લેફ્ટનન્ટ ગવર્નર, મહેરબાની કરીને શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે કંઈક કરો.

આ પણ વાંચો: USA Student Visa/અમેરિકા ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ એક વર્ષ વહેલા અરજી કરી શકશે