News/ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દુનિયાના સૌથી શ્રેષ્ઠ સમુદ્રી બળોમાં સામેલ : રક્ષામંત્રી રાજનાથસિંહ

ભારતીય તટરક્ષકના અલંકરણ સમારોહમાં રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર હથિયાર અને નાર્કોટિક્સ ટ્રેફીકિંગ સામે ચલાવવામાં આવેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડના અભિયાન પ્રશંસનીય રહ્યા છે.

Top Stories India
rajnath singh itf ઇન્ડિયન કોસ્ટગાર્ડ દુનિયાના સૌથી શ્રેષ્ઠ સમુદ્રી બળોમાં સામેલ : રક્ષામંત્રી રાજનાથસિંહ

રક્ષામંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રીય સ્ટેડીયમ પરિસરમાં આયોજિત અલંકરણ સમારોહમાં ભારતીય તટરક્ષક દળના કર્મચારીઓને વીરતા અને મેધાવી સેવા પદકથી નવાજિત કર્યા હતા. આ સમારોહ દરમિયાન રાજનાથસિંહે કહ્યું હતું કે, 4-6 હોડી સાથે શરુ થયેલું ઇન્ડિયન કોસ્ટગાર્ડ પાસે અત્યારે 150થી પણ વધારે જહાજ અને 66થી વધારે એરક્રાફ્ટ છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દુનિયાના મહત્વના સમુદ્રીબળોમાં પોતાનું મહત્વનું સ્થાન ધરાવે છે.

ભારતીય તટરક્ષકના અલંકરણ સમારોહમાં રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર હથિયાર અને નાર્કોટિક્સ ટ્રેફીકિંગ સામે ચલાવવામાં આવેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડના અભિયાન પ્રશંસનીય રહ્યા છે. અસામાજિક તત્વો માત્ર આપણી અર્થવ્યવસ્થાને નુકસાન પહોચાડે છે એટલું જ નહિ પરંતુ આપણા સમાજ અને રાષ્ટ્ર પર ખરાબ પ્રભાવ પાડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇન્ડિયન કોસ્ટગાર્ડની વ્યવસાયિકતા અને સતત વિકાસ  દેશવાસીઓમાં વિશ્વાસ જગાડે છે કે, આપણા બહાદૂર રક્ષકો સમુદ્ર તટની સુરક્ષા ખૂબ જ દેખરેખ રાખે છે.

RSB ઇન્ડિયન કોસ્ટગાર્ડ દુનિયાના સૌથી શ્રેષ્ઠ સમુદ્રી બળોમાં સામેલ : રક્ષામંત્રી રાજનાથસિંહ

આ પહેલા 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાની 89મી વર્ષગાંઠ નિમિતે રાજનાથસિંહે વાયુ યોદ્ધાઓને તથા તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે, IAF રાષ્ટ્રની સેવામાં દઢ છે. તેમણે વધુમાં ટ્વીટ કરીને લખ્યું હતું કે, આપણે પડકારો સામે સંપૂર્ણ તત્પરતા સાથે સામનો કરવામાં અને રાષ્ટ્રની સેવામાં દઢ રહેવા માટે તત્પર રહેતા વાયુ સૈનિકો પર ગર્વ છે.